Homeગુજરાતરાજકોટપટેલ સમાજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરતાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા

પટેલ સમાજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરતાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા

-

Rajkot City News – રાજકોટના ગઢકા ગામે કડવા પટેલ સમાજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરતાં પંચાયત, શ્રમ અને રોજગાર રાજયમંત્રીશ્રી બ્રિજેશ મેરજા

રાજકોટ તા.૦૮ નવેમ્બરઃ- રાજકોટ(Rajkot) તાલુકાના ગઢકા(Gadhaka) ગામે કડવા(Kadava) પટેલ(Patel) સમાજના નવનિર્મિત લગ્ન હોલનું પંચાયતશ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો)ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ(Brijesh Merja) ઉદ્ઘાટન કરતાં જણાવ્યું  હતું કેગઢકા ગામ એ ખૂબ પ્રગતિશીલ ગામ છે. ગઢકાના વાલભાઇ કલોલાએ સહકારી અને પંચાયત ક્ષેત્રે ગઢકા ગામને એક અનોખી ઓળખ આપી છે. કોઈપણ સમાજના વિકાસની પૂર્વશરત શિક્ષણઆપસમાં સંપપરસ્પરના સહકાર પર નિર્ભર હોય છે. ગઢકા ગામ પહેલેથી જ આ બધી બાબતમાં આગવી સમજણ ધરાવતું ગામ રહ્યું છે. જે આવકારદાયક છે.

Minister of State Brijesh Merja inaugurating the newly constructed building of Patel Samaj
Minister of State Brijesh Merja inaugurating the newly constructed building of Patel Samaj

આ તકે બ્રિજેશ મેરજાએ આ શુભ કાર્યમાં દાન કરનાર દાતાશ્રીઓનું સન્માન કરેલ અને આ પ્રસંગે રાખેલ રકતદાન શિબિરની મુલાકાત લઇરક્તદાતાઓને ધન્યવાદ પાઠવ્યા હતાં

Minister of State Brijesh Merja inaugurating building of Patel Samaj
Minister of State Brijesh Merja inaugurating building of Patel Samaj

આ પ્રસંગે રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ કાકડીયાજિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઇ ઢોલરીયાતાલુકા પંચાયતના સદસ્ય ચેતનભાઇ પાણરાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા વિગેરે ખાસ ઉપસ્થિત રહયા હતાં. સમાજના પ્રમુખ ચુનીભાઇ કલોલાએ સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી બાવનજીભાઈ મેતલીયાએ પણ ગામના વિકાનસની સરાહના કરી હતી. આ તકે સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.|||

Must Read