Rajkot City news : રાજકોટની સોની બજાર (Soni Bajar)માંડવી ચોકમાં રહેતો મૂળ બંગાળનો યુવાન જાહીર જોહરઆલમ શેખ (ઉ.22) સોની કામની મજૂરી કરે છે. રાતે 9 વાગ્યાની આસપાસ સોની બજારમાં આવેલી ચેમ્બરમાં ત્રીજા માળે દુકાન ધરાવતાં મિત્રને મળવા ગયો ત્યારે લોખંડની સીડીને ટેકો દઇને ઉભો હતો.
અચાનક સીડી ખસી જતાં યુવાન ત્રીજા માળની ગેપમાંથી નીચે પડ્યો હતો. પરંતુ પડતી વખતે વચ્ચે કેબલ આવી જતાં તે પકડી લેતા ગંભીર ઇજાથી બચ્યો હતો. જાહીરને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ વાંચો- રાજકોટમાં મિત્રએ દારૂ પીવડાવી બીભત્સ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપતા યુવકે ફિનાઇલ ગટગટાવ્યું
વધુ વાંચો– વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા ગુજરાત યુવા કોંગ્રેસ કરશે આ બે યાત્રા