આજના તાજા સમાચાર ગુજરાત Rajkot City : ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સહિતના કોંગ્રેસી નેતાઓ એ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર 500 કરોડના જમીન ગોટાળાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મામલે વિજય રૂપાણી Vijay Rupani દ્વારા માનહાનીની નોટીસ વિરોધ પક્ષના નેતાને મોકલવામાં આવી હતી. જે મામલે રાજકોટ Rajkot ના પૂર્વ ધારસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ Indranil Rajyguru આજે ખુલીને મેદાને આવ્યા હતા.
આજરોજ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ પૂર્વ મુખ્યમંત્રી અને નિતીન ભારદ્વાજ પર આક્ષેપ કર્યા હતા. જેમાં તેમણે ધમકીના સ્વરે પણ કેટલીક વાત કરી હતી. ત્યારે જોવું રહ્યું કે હવે રાજ્યગુરૂ નવા કૌભાંડો બહાર લાવશે કે માત્ર દબાણ માટે જ આક્ષેપો કરી રહ્યાં છે. આ તમામ બાબતો વચ્ચે રાજ્યગુરૂએ પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક કડાકા ભડાકા થાય તેવા નિવેદન પણ આપ્યા છે.
Rajkot City News – રૂપાણીની નોટીસ બાદ ઈન્દ્રનિલ મેદાને, હવે આગળ વધતા નહીં…
કરેલા કર્મોનો હિસાબ તમારા જ લ્યે છે
આજરોજ રાજકોટમાં ઈન્દ્રનિલ રાજ્યગુરૂ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. જેમાં તેમને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટાંકીને કહ્યું હતું કે, કરેલા કર્મો નો હિસાબ તમારા જ લોકો લઈ રહ્યાં છે ત્યારે અમારે કંઈ કરાવનું રહેતુ નથી. તમે રાજકોટને એક કલેકશન સેન્ટર બનાવી દિધું. તેમજ નિતીન ભારદ્વાજને ખુલ્લો દોર દઈ ખુબ ભ્રષ્ટાચાર કર્યો હતો.
આગળ કાર્યવાહી કરશો તો…
સાથે જ રાજ્યગુરૂએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, વિરોધ પક્ષના નેતાને તમે જે નોટીસ આપી છે એટલા થી જ સંતોષ માનજો, કાર્યવાહીમાં આગળ વધતા નહીં. રાજકોટના જ છો માટે એક પ્રકારે મારા ભાઈ છો. મારે કંઈ ન કરવું પડે અને મારા પક્ષની ફરજ મારે ન નિભાવવી પડે તેવી આપની પાસે અપેક્ષા રાખું છું.
નિતીન ભારદ્વાજ રૂપાણી વતી હિસાબ રાખતા
અન્ય કાંડના પણ આક્ષેપ કરતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ એ કહ્યું કે, સુચિતના પી.પી.પી. ના અન્ય કેટલાય મુદ્દા તમે પોલીસને હાથો બનાવી કર્યા છે તે આવ્યા છે. તમે કહો કે મને ખબર નથી તેવું બની ન શકે. દરેક દિવસ દરેક પળની પોલીસ કમિશનર અને મનપા કમિશનર અને કલેકટરની રોજનીશીનો હિસાબ આપવતી નિતીન ભારદ્વાજ પાસે રાખતા ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ કમિશનર પણ એ દાયરામાંથી બહાર ન હતા.
સામેલ સૌ શાનમાં સમજી લેજો…
રાજ્યગુરૂ એ પોલીસ કમિશનરની બદલી અને ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસને સસ્પેન્ડ કરવાને પુરાવો ગણાવતા કહ્યું કે, આ કૌભાંડો તમારી જ સરકારે સ્વિકારી પોલીસ કમિશનરને સજા રૂપી બદલી કરી ત્રણ પોલીસ અધિકારી અને કર્મીને સસ્પેન્ડ કર્યા છે. એ જ તમારી વિરોધનો સૌથી મોટો પુરાવો છે. નોટીસથી અટકી જજો, જે જમીનમાં તમે કહો છો કે અમે માત્ર હેતુ ફેર કર્યો છે તેને રહેણાંકમાંથી ઈન્ડસ્ટીઝમાં ફેરવો ત્યારે ફાયદો થાય. નીતિનભાઈ અને વિજયભાઈએ જે કંઈ કરવાનું હશે તે કરી લીધું હશે. મારે કોઈને નુકશાન પહોંચાડવાનો ઈરોદો નથી. તેમાં સામેલ હોય તે સૌ શાનમાં સમજી લે. .
100 એકર જમીન 70 કરોડમાં ક્યાં મળે ?
સાથે જ રાજ્યગુરૂ એ આકરો સવાલ કર્યો હતો કે રાજકોટના કોઈપણ ખુણામાં પણ 100 એકર જમીન 70 કરોડમાં મળે છે ? આ જગ્યાને હરરાજી કરવાનું કોર્ટે કહ્યું તો તમારા મિત્રો એ આ જમીનનો સસ્તામાં સોદો કરી તમારા કેટલાય મિત્રો એ પ્લોટ લીધા છે. તમે ગમે તેટલું છુપાવો પણ તમારા જ લોકો તમારી સાથે નથી. આ સરકાર પણ તમારી સાથે નથી.
તમારા મુખ્યમંત્રી બનવાથી રાજકોટને આ ફાયદો થયો
ઈન્દ્રનિલ રાજ્યગુરૂ એ પોલીસ અને રૂપાણી મુદ્દે પણ આકરો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજકોટમાં તમે આવ્યા તેનું નુકશાન જ રાજકોટને થયું છે. પોલીસને છુટો દોર આપી દેવામાં આવ્યો, કમિશનરથી નીચેના લોકોને તમે સીધી જ એપોઈન્ટમેન્ટ આપી આદેશ કર્યો હતો કે નીતિન ભારદ્વાજનું જ તમારે માનવાનું. રાજકોટમાં આમ આદમીની ફરિયાદ પણ લેવાતી ન હતી તે ફાયદો રાજકોટને તમારા મુખ્યમંત્રી બનવાથી થયો છે.
હવે તમે આરામ કરો…
આરામ કરવાની સલાહ આપતા રાજ્યગરૂ એ જણાવ્યું છે કે, હવે તમે ભોગવવાનું ભોગવી લીધું છે હવે આરામ કરો. હજૂ તો એક કૌભાંડ બહાર આવ્યું છે. વિજયભાઈ જો ચોખ્ખા હોય તો મારી સામે ચર્ચા કરવા બેસે. તેઓ ચોખ્ખા હોય તો તેમની પાસે ઘણાં બધા પુરાવા હશે કે તેઓ ચોખ્ખા છે.