Homeગુજરાતરાજકોટરાજકોટમાં ડ્રોન ઉડાવતા પહેલા પોલીસનું આ જાહેરનામું જોઈ લેજો

રાજકોટમાં ડ્રોન ઉડાવતા પહેલા પોલીસનું આ જાહેરનામું જોઈ લેજો

-

રાજકોટ શહેરના સમાચાર : રાજકોટ શહેર પોલીસ કમિશનરની હદમાં ડ્રોન અથવા માઈક્રોલાઈટ એરક્રાફ્ટ હેલીકોપ્ટર ચલાવવા સંબિધીત જાહેરમાનું બહાર પાડવામાં આવ્યું છે. જાનમાલની સુરક્ષા અને સુલેહ-શાંતીનું વાતાવરણ જળવાઇ રહે તે માટે ઈન્ચાર્જ પોલીસ કમિશનર કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામા મુજબ રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલીત એરીયલ મીસાઇલ, હેલીકોપ્ટર કે પેરાગ્લાઇડર, રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ એરક્રાફટ ચલાવનાર સંચાલક તથા વ્યવસાયીકો માટે નિયંત્રણ મુકવામાં આવ્યા છે.

જાહેરનામા મુજબ આ પ્રકારના સંચાલકો અને વ્યવસાયીકોએ ડ્રોન કેમેરાની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની રહેશે, જેમાં ડ્રોન કેમેરાના મોડેલ નંબર, વજન અને ક્ષમતા સહિતની વિગતો આપવાની રહેશે, સાથે જ ડ્રોનના ઉપયોગ કરતા પહેવા પૂર્વ મંજરી પણ લેવાની રહેશે. આ માટે જે તે વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરવાનો હોય ત્યાંના સબંધીત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પાસેથી પૂર્વમંજૂરી મેળવવાની રહેશે.

રાજકોટના સમાચાર: રાજકોટમાં ડ્રોન ઉડાવતા પહેલા પોલીસનું આ જાહેરનામું જોઈ લેજો

આ જાહેરનામાનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં તારીખ 01-05-2022 થી તારીખ 30-06-2022 સુધી કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે જાહેરનામાં જણાવ્યા મુજબના નિયમોનું પાલન નહીં કરવા બદલ અથવા ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટને આ જાહેરનામું લાગુ પડશે નહીં.        

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...