Sunday, May 15, 2022

અગ્રવાલ પાસે 25 કરોડનો બંગલો ક્યાંથી આવ્યો: સખિયાનો સળગતો સવાલ

Rajkot City news in Gujarati, આજના સમાચાર: રાજકોટમાં કથિત રીતે 75 લાખના કમીશન કાંડના આક્ષેપ બાદ રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની IPS Manoj Agarwal Transfer ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ બાબતના ફરીયાદી જગજીવનભાઈ સખીયાએ સરકારની કાર્યવાહીને બિરદાવી હતી. સાથે જ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદના સોલામાં સાયન્સ સીટી રોડ પર પ્લોટ નંબર 106 અને 107 માં કુલ 2500 વારની જગ્યામાં રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો ‘કલરાહ’ નામનો બંગલો છે. આ બાબતે પણ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ થવી જોઈએ. સાથે જ જગજીવન સખિયાએ સળગતો પ્રશ્ન કર્યો કે, ત્રણેક લાખના પગારદાર આટલી મોંઘી કીંમતનો બંગલો કઈ રીતે બનાવ્યો.

રાજકોટના પૂર્વ પોલીસ કમિશનરને Rajkot Police Commissioner ટ્રાન્સફર કરી જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે મુકવામાં આવ્યા છે. ત્યારે રાજકોટના કથિત કમિશનકાંડના ફરિયાદી સખિયા બંધુએ મનોજ અગ્રવાલ ઉપરાંત ક્રાઈમ બ્રાંચનાં સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની મિલ્કતોની એસીબી તપાસ કરી અપ્રમાણસર મિલ્કતો અંગે ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

વધુ વાંચો – મસાણે ગયેલા લાકડા પરત ન આવે, રાજકોટમાં કથિત તોડકાંડ મામલે સખીયા બંધુ

વધુ વાંચો – 14મી વિધાનસભાનું બજેટ સત્ર તોફાની રહેવાના એંધાણ, બજેટ ચૂંટણીને ધ્યાને રાખી બન્યાની શક્યતા

અગ્રવાલ પાસે 25 કરોડનો બંગલો ક્યાંથી આવ્યો: સખિયાનો સવાલ – Rajkot City news in Gujarati

ઉલ્લેખનીય છે કે મનોજ અગ્રવાલની બદલી તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં વિવાદિત પી.આઈ. વી.કે. ગઢવી, પી.એસ.આઈ. સાખરા અને રાઈટર યોગેન્દ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ બાબતે સરકારના વલણ અને કાર્યવાહી થયાનો સંતોષ દર્શાવી જગજીવન સખિયા એ કહ્યું કે, ‘મનોજ અગ્રવાલ હવે 25 કરોડના બંગલામાં નહીં રહી શકે, આ બંગલો હવે ધુળ ખાશે. તેમને હવે જૂનાગઢમાં જયાં બદલી થઈ છે તે જગ્યા છોડવી હશે તો પણ એસ.પી.ની પરવાનગી મેળવવી પડશે. તેનાથી મોટી સજા બીજી કઈ હોય શકે’.

એક ફરીયાદના આધારે આ રીતે પગલા લેવાય તે ગુજરાતના ઈતીહાસમાં પહેલી વખત બન્યું છે તેમ જણાવતા જગજીવન સખિયા એ કાર્યવાહીનો સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ ઈમાનદાર અને પ્રામાણિક અધિકારીઓને બિરદાવતા કહ્યું કે, પ્રામાણિક અધિકારીઓને સેલ્યુટ કરુ છુ.

રાજકોટના પૂર્વ પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ ગઈકાલે જ્યારે બદલીનો હુકમ આવ્યો ત્યારે રજા ઉપર હતા, આજે પણ રજા પર હોવાથી સંભવતઃ આવતીકાલે સ્પેશ્યલ પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદને ચાર્જ સોંપશે. ચાર્જ સોપ્યા બાદ જૂનાગઢમાં એસ.આર.પી. ટ્રેનીંગ સેન્ટરનાં પ્રીન્સીપાલ તરીકે ચાર્જ સંભાળશે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...