Homeગુજરાતરાજકોટમારે બાળકનું DNA કરાવવું છે આ મારું બાળક નથી, ત્રાસથી કંટાળી પીડિતાએ...

મારે બાળકનું DNA કરાવવું છે આ મારું બાળક નથી, ત્રાસથી કંટાળી પીડિતાએ કરી ફરિયાદ: રાજકોટ

-

મારે બાળકનું DNA કરાવવું છે ત્રાસથી કંટાળી પીડિતાએ કરી ફરિયાદ: રાજકોટ Rajkot City News

Rajkot City News Gujarati રાજકોટ : અખબારોમાં લગ્ન જીવનબાદ પારિવારીક કંકાશની ઘટનાઓ સામે આવતી રહે છે. એવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં મહિલાએ પોતાના પતિ , સાસુ-સસરા અને નણંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલાનો આક્ષેપ છે કે સાસુ-સસરા અને નણંદ સાથે તેનો પતિ પણ તેના ચારિત્ર્ય અંગે શંકા કરતો અને તેના બાળકનું DNA કરાવવાનું જણાવી ત્રાસ દેતો હતો. પરંતુ જ્યારે મહિલાએ બાળકનું DNA કરાવવા હા પાડી તો તેની સાથે વ્યવહાર જ બંધ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા આનંદનગર વિસ્તારની આ ઘટના છે. જેમાં MBA સુધી અભ્યાસ કરેલી શિક્ષિત મહિલા હાલ માવતરરહે છે. આ પીડિત મહિલા સાસરીયાના અને પતિના ત્રાસથી કંટાળ પોલીસના શરણે આવી છે. જેમાં પીડિતાએ ફરિયાદ કરી છે કે, તેનો પતિ જિનેન, સાસુ ભાવનાબેન અને સસરા પંકજભાઈ પ્રહલાદભાઈ વ્યાસ તેમજ નણંદ અંજલીબેન દ્વારા તેમને ત્રાસ આપવામાં આવે છે. તેમજ મહિલાના ચારિત્ર્ય અને બાળકના પિતા જિનેન નહીં હોવા જેવી વાતો કરી ત્રાસ ગુજારમાં આવે છે.

ફરિયાદ અનુસાર વર્ષ 2019માં મહિલાના લગ્ન આરોપી જિનેન સાથે કરવામાં આવ્યા હતા. બાદમાં પીડિત મહિલાની કુખે બાળકનો જન્મ થયો હાલ બાળકની ઉંમર 6 માસ છે. લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતી મહિલાને સાસરીયામાં ત્રણેક માસ સુધી સારી રીતે રાખવામાં આવી હતી. પરંતુ બાદમાં તેની સાથે ટોર્ચર અને મેણાટોણા મારવાની શરૂઆત થઈ હતી. મહિલાને ભોજન ન મળે માટે જમવાનું પણ છુપાવી દેવામાં આવતું હોવાનો મહિલાનો આક્ષેપ છે.

મહિલા શિક્ષિત હોય તે લગ્ન બાદ પણ નોકરી કરી રહી હતી. જેના કારણે સાસુ-સસરા અને પતિ તેની પાસે પૈસાની માંગણી કરતા રહેતા હતા. એક વખત તો રૂપિયા 3 લાખની રકમ માંગણી કરી સાસુ-સસરાએ લગ્નનું દેણું ભરાય જાય તેમ કહ્યું હતું. ઉપરાંત લોકરમાં રાખવાને બહાને તેના દાગીના પણ લઈ લીધા હતા.

ફરિયાદ મુજબ નણંદ પણ મહિલાના પતિની પાસે બેસવા દેતા ન હતા અને જો બેઠા હોય તો હાથ પકડી ઉભા કરી દેતા હતા. દરમિયાન જ્યારે ફરિયાદી ગર્ભવતી થયા ત્યારે તેને કામકાજ બાબતની કંકાશ થતી હતી. જેના કારણે મહિલા અને તેનો પતિ અમદાવાદ ખાતેના ગોત વિસ્તારમાં ભાડના ફ્લેટમાં રહેવા ગયા હતા. તે ફ્લેટનું ભાડું પણ તે મહિલા ભરતી અને પતિ વાર તહેવારે સાસરીયામાં જતો હતો.

ગર્ભાવસ્થામાં સીમંત સમયે મહિલાના સાસુ તેને કહેતા હતા કે તમે સમ ખાવ કે આ બાળક જિનેનનું જ છે. આમ તેઓ ચારિત્ર્ય પર પણ શંકા કરતા રહેતા હતા. બાળકના જન્મ બાદ પણ પતિએ ત્રણેક મહિના સુધી તેની સાથે ફોનમાં વાતચીત કરી હતી. એક દિવસ કહ્યું કે મારે બાળકનું DNA કરાવવું છે. મને લાગે છે કે બાળક મારૂ નથી. જેને કારણે બંને વચ્ચે ઝઘડા થયા હતા. આખરે તેણે DNA કરાવવા સહમતી દર્શાવી હતી. પરંતુ પછીથી પતિ અને સાસરીયાઓનું વર્તન બદલાઈ ગયું હતું. તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

મહિલા પિયર હતી ત્યારે પતિ દ્વારા નોટીસ મોકલવામાં આવી હતી. આ નોટીસમાં ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહિલાએ ઘરસંસાસરને ચાલુ રાખવા બાળક સાથે અમદાવાદ ગઈ ગઈ હતી પરંતુ ત્યા રાખેલો કબાટ પણ પતિ લઈ ગયો હતો. બાદમાં તેને બેન્કનુ સ્ટેટમેન્ટ માંગ્યુ હતું. ઉપરાંત કુડાસણ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધ અરજી કરી હતી માટે પોલીસે મહિલાને બોલાવી હતી. પણ સમાધન થયુ નહીં અને મહિલા રાજકોટ પરત આવી ગઈ હતી. આખરે મહિલાએ આપવીતી વર્ણવી પોલીસને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

ભક્તિનગર પોલીસ સ્ટેશનના ASI નિલેષ મકવાણાને પ્રશંસાપત્ર એનાયત: રાજકોટ

સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા 7 ઓરોપી ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યા

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...