35 C
Ahmedabad

પતિ લાંબા સમયથી શારીરિક સબંધ નહીં બાંધતા પત્નીને શંકા જતા ચોંકાવનારી માહિતી મળી, આખરે અભયમની મદદ લીધી

Published:

Rajkot City News Gujarati રાજકોટ : પતિ-પત્નીના સબંધોમાં ખટાશ આવે અથવા તો પતિ દ્વારા પત્ની કે પત્ની દ્વારા પતિને ત્રાસ આપવાની ફરિયાદો સામે આવતી હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં પતિ લાંબા સમયથી શારીરિક સબંધ નહીં બાંધતો હોય પત્નીને કંઈક ગડબડ હોવાની શંકા ગઈ હતી. જેના કારણે મહિલાએ પતિ પર ધ્યાન રાખતા તેને ચોંકાવનારી હકિકતનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે પતિને પત્ની દ્વારા અન્ય પુરૂષ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ પત્નીને પતિ ગે હોવાની અને ત્રાસ આપતા હોવાની માહિતી મળતા તેણે 181 પર મહિલા અભયમ ટીમની મદદ માગી હતી.

મહિલા દ્વારા મદદ માગવામાં આવતા અભયમની ટીમ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી હતી. જ્યાં મહિલાને કાઉન્સેલીંગ હાથ ધર્યુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ તારીખ 3 જૂનના રોજ રાજકોટની એક પરણીત મહિલા દ્વારા અભયમ હેલ્પલાઈન નંબર 181 પર કોલ કરવામાં આવ્યો હતો. આ કોલમાં મહિલાએ પતિ દ્વારા થતા શારીરિક અને માનસિક ત્રાસની આપવિતી વર્ણવી હતી. મદદ માગી રહેલી મહિલાને તાત્કાલીક મળવા માટે કાઉન્સિલર તૃપ્તિબેન પટેલ, કોન્સ્ટેબલ પુષ્પાબેન અને પાયલોટ બીપીનભાઇ સ્થળ પર પહોંચ્યા હતા.

મહિલાને સાંત્વના અને હૂંફાળુ વાતાવરણ પુરૂ પાડી મહિલા સાથે કાઉન્સિલરે વાતચીત શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારી માહિતી મહિલા દ્વારા જણાવવામાં આવી હતી. તેણીએ કાઉન્સિલરને જણાવ્યું હતું કે, તેના લગ્ન જીવનને 8 વર્ષ જેટલો સમયગાળો વિતી ચૂક્યો છે. તેને સંતાનમાં 6 વર્ષની બાળકી છે. પતિને પહેલા તો એક સહકર્મી મહિલા સાથે આડાસબંધ હતા, પણ બાદમાં તે મહિલાના લગ્ન થતા તે સબંધોનો અંત આવી ગયો હતો. પરંતુ છતા લાંબા વખતથી તે તેણી સાથે શારીરિક સબંધ બાંધતો ન હતો.

પતિ શારીરિક સબંધ નહીં બાંધતા પત્નીને શંકા જતા ચોંકાવનારી માહિતી મળી – Rajkot City News

શારીરિક સબંધ લાંબો સમય સુધી નહીં બાંધતા પત્નીને શંકા ગઈ હતી. બાદમાં પત્નીને ખ્યાલ આવ્યો કે તેના પતિને આડા સબંધ મહિલા સાથે નહી પણ પુરૂષ સાથે હતા. કથીત રીતે આ વાત પત્નીને પતિને રંગે હાથ ઝડપી પાડ્યા બાદ ખ્યાલ પડ્યો હતો.

અભયમની ટીમ દ્વારા મહિલાના પતિનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલા અને પતિ બંનેન ટીમ દ્વારા લગ્નજીવન વિશે સમજણ પણ આપવામાં આવી હતી. પણ મહિલાના પતિ ભૂલ સ્વિકારવા તૈયાર નહીં હોય મહિલાને અભયમની ટીમ દ્વારા કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જઈ આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Related articles

Recent articles