Homeગુજરાતરાજકોટગરમીમાં ખરા ટાણે પાણી કાપથી રાજકોટમાં ભાજપ સરકારનો વિરોધ કરતી મહિલાઓ

ગરમીમાં ખરા ટાણે પાણી કાપથી રાજકોટમાં ભાજપ સરકારનો વિરોધ કરતી મહિલાઓ

-

Rajkot City News Gujarati : રાજકોટમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચરમસીમા પર પહોંચી છે. બીજી તરફ શહેરમાં પાણી માટે જનતા વલખા મારી રહી છે. કારણ કે આજરોજ શહેરના વોર્ડ નંબર 1,2,3,8,9,10 11 અને 13 માં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે. પાણી નહીં મળવાના કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા અને મહિલાઓ રોડ પર આવી હારયરે… ભાજપ હાયરે…ના સુત્રો ચારી કરતી જોવા મળી હતી. મહિલાઓએ કહ્યું કે ભાજપ સરકાર પોતાના તાયફાઓ કરવામાં અને રોડ-શો કરવામાં વ્યસ્ત છે.

ઉનાળાની ગરમીના ટાણે જ લોકોને પાણીની જરૂરીયાત વધારે હોય છે. તેવામાં ટાંકણાના સમયે જ રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા ત્રણ દિવસનો પાણી કામ ઝીંકવામાં આવ્યો છે. નર્મદાના પાણીની યોજના આધારિત ન્યારા ઑફ ટેક રૉ-વોટર સમ્પ સફાઈના કારણે કાપ ઝીંકવામાં આવ્યો છે.

Rajkot City News: ગરમીમાં ખરા ટાણે પાણી કાપથી રાજકોટમાં ભાજપ સરકારનો વિરોધ

મહાનગરપાલિકા દ્વારા ઉનાળાના ખરા ટાણે જ પાણી કાપ મુકાતા શહેરીજનોમાં રોષ પ્રગટ થયો છે. શહેરીજનો પાણીના ધીમા ફોર્સ, દુર્ગંધયુક્ત પાણી સહિતની સમસ્યાઓ છાસવારે જણાવતા હોય છે. ત્યારે આ પાણીકાપને કારણે હવે લોકોનો ધૈર્ય ખુટ્યો અને ખુલીને મહાનગરપાલિકાનો વિરોધ કરવા લાગ્યા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....