Homeગુજરાતરાજકોટપ્રેમ લગ્ન કરેલા પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો માર મારવા અને ફિનાઈલ પીવા-પીવડાવી દેવા...

પ્રેમ લગ્ન કરેલા પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો માર મારવા અને ફિનાઈલ પીવા-પીવડાવી દેવા સુધી પહોંચ્યો

-

Rajkot City News રાજકોટ : રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા યુવકે પત્ની સાથે ઝઘડો કરી ફિનાઈન ગટગટાવી લીધું અને પત્નીને પણ પીવડાવી દીધું છે. હાલ બંને પતિ-પત્ની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સમગ્ર ઘટના એવી છે કે, રાજકોટના આજીડેમ ચોકડી નજીક આવેલા ગજેરા પાર્કમાં રહેતા અને ટ્રાફિક વોર્ડ તરીકે ફરજ બજાવતા યુવાને પોતે ફિનાઈલ પી અને પત્નીને પીવડાવી દિધી હતી. પત્ની સાથે થયેલા ઝઘડા બાદ યુવાને આ કૃત્ય કર્યું હતુ. પ્રેમ લગ્નથી પતિ-પત્ની તરીકે સાત જન્મોના વચન લીધાના ચાર વર્ષ બાદ યુવકે આ પગલું ભર્યું છે.

પત્નીએ પતિ યુવાન પર આક્ષેપ કર્યો છે કે તે સતત શંકા-કુશંકાઓ કરી ત્રાસ ગુજારે છે અને ગતરોજ પાઈપ વડે માર માર્યો હતો અને આજે સવારે ઈંટ ફટકારી અને બાદમાં ફિનાઈન પી મને પણ પીવડાવી દીધું હતું. પત્ની એ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેને પતિએ ધમકી આપી હતી કે જો તે માતા-પિતાના ઘરે જશે તો તેની હાલત ગ્રીષ્મા જેવી કરી નાખશે.

પ્રેમ લગ્ન કરેલા પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો માર મારવા અને ફિનાઈલ પીવા-પીવડાવી દેવા સુધી પહોંચ્યો

આરોપી પતિ છેલ્લા બે વર્ષથી પત્ની સાથે માથકૂટ કરી મારકૂટ કરે છે. જેના કારણે પત્નીએ સખી વન સ્ટોપમાં ફરિયાદ પણ કરી હતી. જે ફરિયાદના કારણે પતિએ હવે આવું નહીં કરે અને હાથ નહીં ઉઠાવે તેવી વાત કરી હતી. પરંતુ ફરીથી પતિએ માર મારવાનું અને ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતું.

સિવિલ હોસ્પિટલમાં દાખલ પત્નીએ પતિ દ્વારા ફિનાઈલ પીવડાવી દેવાયાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ પતિ પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જેને પોતે ફિનાઈલ પી લીધાની કેફિય આપી હતી. આ મામલે સિવિલ હોસ્પિટલમાં રહેલા તબીબે પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે આજી ડેમ પોલીસ બંને પતિ-પત્નીના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

Must Read