HomeગુજરાતરાજકોટRMC મેયર ડૉ. ડવની નવી પહેલ કચરો આપી ઈનામ મેળવવાની તક: પ્લાસ્ટિકાય...

RMC મેયર ડૉ. ડવની નવી પહેલ કચરો આપી ઈનામ મેળવવાની તક: પ્લાસ્ટિકાય સ્વાહા 2.0

-

Rajkot City News Gujarati રાજકોટ : વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરમાં પર્યાવરણને પ્લાસ્ટિકથી થતા નુકશાન અને અટકાવાવના ઉપાયો ચર્ચામાં રહ્યાં છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. પ્રદિપ ડવ દ્વારા રાજકોટમાં ‘પ્લાસ્ટિકાય સ્વાહા 2.0’ નામનો એક પ્રોગ્રામ યોજી નવી પહેલ શરૂ કરી હતી. મેયર દ્વારા થયેલી એક અનોખી પહેલમાં લોકો માટે ઈનામોની વણઝાર પણ રાખવામં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા RMC ના મેયર ડૉ. પ્રદિપ ડવ દ્વારા કિસાનપર ચોક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ એક નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પોગ્રામનું નામ ‘પ્લાસ્ટિકાય સ્વાહા 2.0’ રાખવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર (Plastic waste collection centre) શરૂ કરી પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન એકઠું કરવામાં આવશે. આ સેન્ટરમાં સૌથી વધારે માત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનાર વ્યક્તિને રૂપિયા 26 હજારનું ઈનામ (Prize) આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો: આ ખેડૂત ગામે-ગામ ફરી મફત કાપડની થેલી વિતરણ કરે છે ! કારણ જાણી સલામ કરશો…

શહેરના કિસાનપરા ચોક ખાતે શરૂ કરવામાં આવેલી જનજાગૃતિની અનોખી પહેલની રાજકોટવાસીઓ સરાહના કરી રહ્યાં છે. આ પ્રોગ્રામ હેઠળ સૌથી વધારે સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનારને રૂપિયા 26,000, દ્વિતીય ક્રમને રૂપિયા 15,000 અને તૃતિય વિજેતાને રૂપિયા 10,000 ભેટ આપવામાં આવશે.   

RMC નવી પહેલ કચરો આપી ઈનામ મેળવવાની તક: Rajkot City News Gujarati

આ પ્રોગ્રામમાં ભાગ લેતા નાગરિકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક જમા કરાવવાનું રહેશે. જેમાં પ્લેટ, કપ, ગ્લાસ, ઈયરબર્ડ, કેન્ડી સ્ટીક, ધ્વજ જેવી સિંગલ યુઝ પ્લાસ્ટિકની આઈટમો સામેલ રહેશે. અભિયાનમાં સામેલ થવા માટે મેયર સહિત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા દ્વારા પણ તમામ નાગરિકોને આમંત્રીત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેયર ડૉ. પ્રદિપ ડવના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ વિશ્વ પર્યાવરણ દિવસથી લઈ 30 જૂન સુધી ચાલશે, જ્યાં રાજકોટ શહેરના નાગરિકો દ્વારા ઘરે ઉપયોગ થતા પ્લાસ્ટિકને એકત્રીત કરવા માટે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર કિસાનપરા ચોક ખાતે ખોલવામાં આવ્યું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...