Homeગુજરાતરાજકોટરાજકોટના પટેલ વિહાર પરોઠા હાઉસના માલિક હસમુખ પાંચાણીએ કરી આત્મહત્યા

રાજકોટના પટેલ વિહાર પરોઠા હાઉસના માલિક હસમુખ પાંચાણીએ કરી આત્મહત્યા

-

રાજકોટ : રાજકોટમાં પ્રખ્યાત પટેલ વિહાર પરોઠા હાઉસ અને રેસ્ટોરન્ટના માલિક હસમુખભાઈ પાંચાણીએ આત્મહત્યા કર્યાના અહેવાલ મળી રહ્યાં છે. હસમુખભાઈ પાંચાણીએ આજરોજ રાજખોટ ખાતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. હસમુખભાઈની આત્મહત્યા પાછળ આર્થિક સંકડામણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવશે.

પટેલ વિહાર રેસ્ટોરન્ટ (Patel Vihar Restaurant)ના માલિક હસમુખભાઈ પાંચાણીએ આજરોજ 5 જૂલાઈના રોજ યુનિવર્સિટી રોજ ધોળકીયા સ્કૂલ પાસે આવેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હસમુખભાઈ પાંચાણીના ત્રણ પુત્ર છે. વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ હસમુખભાઈ રૂમમાં નહીં હોવાથી તેમના પત્ની હોલમાં આવ્યા હતા. હોલમાં તેમને પતિ હસમુખભાઈને લટકતા જોયા હતા. પતિને લટકતી હાલતમાં જોઈ કલ્પાંત સર્જાતા પરિવારના અન્ય સભ્યો પણ એકત્રીત થઈ ગયા હતા. પોલીસ આત્મહત્યાના કારણની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હસમુખભાઇ પાંચાણી રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ નામે વર્ષોથી ધંધો કરતા હતા. ગોંડલ રોડ પરનું તેમનું પરોઠા હાઉસ વર્ષો જૂનું અને લોકોમાં જાણીતું છે.

વધુ વાંચો- પ્રેમીકાએ પ્રેમીને ઉંઘતી પોલીસના લોકઅપમાંથી ભગાડ્યો: નંદાસણ

Must Read