Homeગુજરાતરાજકોટરાજકોટના પોલીસ કમિશનર તરીકે IPS રાજુ ભાર્ગવની નિયુક્તી

રાજકોટના પોલીસ કમિશનર તરીકે IPS રાજુ ભાર્ગવની નિયુક્તી

-

Rajkot City news Gujarati રાજકોટ : રાજકોટમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કથિત રીતે તોડબાજીના આક્ષેપોનો દૌર ચાલ્યો હતો. બાદમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પણ તે આક્ષેપોનું સમર્થન કરતા મામલો ગરમાયો હતો. ગૃહમંત્રી સુધી પણ ભાજપના નેતાઓ આ મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતા. બાદમાં પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પદ પરથી દૂક કરી બદલી કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે છેલ્લા ચાર મહિનાથી રાજકોટ પોલીસ કમિશનરનું પદ ખાલી પડેલું હતું. જે પદ પર હવે પોલીસ કમિશનર તરીકે આઈ.પી.એસ. રાજુ ભાર્ગવ IPS Raju Bhargava ની નિમણૂક કરવામાં આવી છે.

રાજકોટ પોલીસ પર આક્ષેપો બાદ ખાખી દાગ લાગતા રાજકારણ પણ ગરમાયું હતું. ફેબ્રુઆરી માસમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે લેટર લખી પૂર્વ પોલીસ કમિશનર પર લાખો રૂપિયાની વસુલીનો આરોપ લગાવ્યો હતો. આ લેટર વિસ્ફોટ બાદ અનેક ભોગ બનનારા લોકોમાં હિમ્મત આવી ગઈ હતી અને મીડિયા સમક્ષ આવી પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપો કરતા જોવા મળ્યા હતા. જે મામલે તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે પણ આજદિન સુધી તપાસ મામલે કંઈ બહાર આવ્યું નથી.

રાજકોટના પોલીસ કમિશનર તરીકે IPS રાજુ ભાર્ગવની નિયુક્તી – IPS Raju Bhargava Police Commissioner Rajkot

ચાર મહિનાથી ખાલી પડેલા રાજકોટ શહેર પોલીસ કમિશનરનો તાજ આજરોજ IPS રાજુ ભાર્ગવના શિરે આવ્યો છે. રાજુ ભાર્ગવ વર્ષ 1995 બેચના IPS અધિકારી છે. કેન્દ્રના ડેપ્યુટેશન પરથી થોડા સમય પહેલા જ પરત ફર્યા હતા. હાલ સુધી તેઓ આર્મસ યુનિટના વડા તરીકે કાર્યભાર સંભાળત હતા અને હવે તેમને રાજકોટના પોલીસ કમિશનર પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

IPS રાજુ ભાર્ગવને રાજકોટના પોલીસ કમિશનર નિયુક્ત કરાતા તેમની ખાલી પડેલી જગ્યા અધિક પોલીસ મહાનિદેશક (હથિયારી એકમ) અને અધિક પોલીસ મહાનિદેશ્ક(ટેકનિકલ સર્વિસીઝ અને એસ.સી.આર.બી)નો વધારોનો હવાલો IPS પ્રફુલ્લાકુમાર રોશનને સોંપવામાં આવ્યો છે. પ્રફુલ્લાકુમાર રોશન 1996ની બેચના IPS અધિકારી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....