36 C
Ahmedabad

રાજકોટમાં CMની મુલાકાત સમયે પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ માહિતી ખાતાની વ્યવસ્થા સામે સવાલ

Published:

Rajkot City News રાજકોટ : રાજકોટની ભાગોળે નિર્માણાધીન હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આ તકે મીડિયાકર્મીઓ પણ નિર્માણાધીન એરપોર્ટ પર પહોંચ્યા હતા. દરમિયાન મીડિયાકર્મી [Media Personal] અને પોલીસ અધિકારી વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. જેમાં કથિત રીતે પોલીસે મીડિયાકર્મીઓને સાથે ગેરવર્તન કર્યું હતું. બાદમાં મુખ્યમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી મામલો થાળે પાડવો પડ્યો હતો, પરંતુ સવાલ એ છે કે મીડિયાકર્મીઓ સાથે આ પ્રકારનું વર્તન થવા મુખ્ય પરીબળ શું છે ?

સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કરવા ઘટના સમયે સ્થળ પર હાજર રહેલા યુવા પત્રકાર [Journalist] સાથે વાત કરવામાં આવી હતી. જેમાં માહિતી મળી કે સૌ પ્રથમ તો મુખ્યમંત્રી રાજકોટ આવતા હોય તો માહિતી ખાતું પહેલાથી જ પત્રકારનો વોટ્સએપ ગ્રુપ મારફતે માહિતી આપી દેતું હોય છે. સાથે જ ઈવેન્ટ સ્થળ દૂર હોય તો પત્રકારો માટે આવવા જવાની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. પણ શંકાસ્પદ રીતે મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલના આવ્યા બાદ માહિતી ખાતું નિરસ જોવા મળે છે.

ઘર્ષણની શરૂઆત

જેના કારણે મુખ્યમંત્રીના આગમનની કોઈ જાણ પત્રકારોને કરાઈ નહીં. બાદમાં જ્યારે પત્રકારોએ આ વાત ભાજપના રાજૂ ધ્રુવને કરી ત્યારે તેમણે વ્યવસ્થા કરી વાહન મોકલી આપ્યું હતું. એરપોર્ટ પર પહોંચતા પત્રકારો માટે કોઈ ગાઈડ ન હોય પત્રકારો સીધા તાણેલા તંબુ પાસે પહોંચ્યા હતા. જ્યાં પત્રકારોને સાથે પોલીસ અધિકારી સાથે કથિત રીતે ઘર્ષણ થતા મામલો બગડ્યો હતો. પોલીસે કેટલાક પત્રકારોને પોલીસવાનમાં બેસાડી લિધા હતા.

માહિતી ખાતાની અ’વ્યવસ્થા’

પત્રકારો સાથે થયેલા ગેરવર્તનની ઘટનાની જાણ હાજર મુખ્યમંત્રીને થતા તેમણે પણ ખેદ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ પત્રકારોએ મુખ્યમંત્રીને જણાવ્યું કે જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ જ માહિતી ખાતું અગાઉથી માહિતી આપતું હતું. પરંતુ હવે જ્યારે મુખ્યમંત્રી બદલાયા છે ત્યારે અધિકારી અને તેમનું માહિતી ખાતું વોટ્સએપ ગ્રુપના માધ્યમથી માહિતીની કેમ ન મોકલે ?

માહિતી ખાતાનો જવાબ

માહિતી ખાતાના અધિકારી સોનલબેન જોશીપુરા સાથે આ મામલે ટેલિફોનીક ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી માત્ર સમીક્ષા કરવા માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ કાર્યક્રમ 25 કિલોમીટર દૂર હતો માટે વાહન વ્યવસ્થાનો સવાલ ન હતો. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે અને હાલની કામગીરી બાબતેના આક્ષેપ મામણે તેમણે જણાવ્યું કે, આ પ્રકારની કોઈ જ વાત નથી વિજયભાઈ રાજકોટના હોય સતત અને લાંબા સમયના કાર્યક્રમો થતા હતા જ્યારે હાલ મુખ્યમંત્રી રાજકોટ આવે છે ત્યારે પણ પત્રકારોને જાણ કરીએ છીએ. પરંતુ ટુંકા સમયની મુલાકાત કે જેમાં સમિક્ષા કરી મુખ્યમંત્રી જતા રહેવાના હોય માટે અગાઉથી કોઈ સુચના આપવામાં નથી આવી.

અત્રે સમગ્ર ઘટનામાં મુખ્યમંત્રીએ મોટું મન રાખી ખેદ વ્યક્ત કર્યો હતો. પણ પત્રકારો માટે આ ઘટના બોધપાઠ ભણવા જેવી છે. કારણ કે દરેક વખતે મુખ્યમંત્રી હાજર જ હોય તેવું જરૂરી પણ નથી અને હોય તો પણ ખેદ વ્યક્ત કરશે તે પણ જરૂરી નથી. સાથે જ એકતા અને યુનિયનના નામે તડાંને બદલે ‘સત્ય’ હોય ત્યાં વણનોતર્યે પણ જોતરાય જવાની ભાવના વિકસાવવી પડશે.

રાજકોટમાં CMની મુલાકાત સમયે પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ – Rajkot City News Gujarati

Tushar Basiyahttp://satyamanthan.in
Tushar Basiya Editor of Satya Manthan and Independent Freelance Gujarati Journalist. Studied at Mahatma M.K. Gandhi's Trust Navjivan school of journalism Ahmedabad.

Related articles

Recent articles