Homeગુજરાતરાજકોટરાજકોટમાં પાસપોર્ટ મામલે પૈસાની માંગણી કરતા પોલીસકર્મી સહિત એજન્ટ વિરૂધ્ધ ગુનો દાખલ:...

રાજકોટમાં પાસપોર્ટ મામલે પૈસાની માંગણી કરતા પોલીસકર્મી સહિત એજન્ટ વિરૂધ્ધ ગુનો દાખલ: ભ્રષ્ટાચાર

-

Rajkot City News Gujarati રાજકોટ : રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પાસપોર્ટની અરજીના વેરીફિકેશન માટે અરજદાર પાસેથી કથિત રીતે નાણાની માંગણી કરી હતી. આ મામલો મીડિયા મારફતે સામે આવતા રાજકોટ શહેર પોલીસે કડક પગલા ભર્યા છે. પોલીસે આ મામલે એસીબી ACB ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પોલીસ કર્મચારી અને વચેટીયાની ભૂમિકામાં રહેલા એજન્ટ ચંદ્રશેખર કરંદિકરને કાયદાના સકંજામાં લીધા છે.

સમગ્ર ઘટના એવી છે કે, રાજકોટના રહિશ સંદીપ રાણપરાના માસીના દિકરા બ્રિજેશ આડેસરાએ દુબઈ જવા માટે પાસપોર્ટ મેળવવા અરજી [Passport Application] કરી હતી. પાસપોર્ટની અરજી કર્યા બાદ તેનું પોલીસ વેરિફિકેશન કરવાનું હતું .જે મામલે અરજદારને એ-ડિવીઝન પોલીસ સ્ટેશન પર સંપર્ક કર્યો હતો. જેનું વેરિફિકેશન વેબાસાઈટ પર પેન્ડિંગ હોવાનું બતાવતું હતું. થોડા દિવસ બાદ તેઓ ફરીથી તેઓ એ ડિવઝન પોલીસ સ્ટેશને તપાસ કરતા તેમનો પાસપોર્ટ પોલીસ કમિશનર કચેરી ખાતે મોકલી દેવાયો છે તેવી માહિતી મળી હતી.

પાસપોર્ટ માટે પૈસાની માંગતા પોલીસકર્મી અને એજન્ટ વિરૂધ્ધ કાર્યવાહી: ભ્રષ્ટાચાર Rajkot City News

શરૂ થઈ પૈસાની માંગણી

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા મયુરભાઈ પાસપોર્ટનું કામ સંભાળતા હોય તેમની પાસે તેઓ પહોંચ્યા હતા. જ્યારે તેઓ મયુરભાઈને મળ્યા ત્યારે તેઓએ હાથના ઈશારાથી પૈસાની માંગણી કરી હતી. આરોપી મયુરભાઈએ તેમને પછી ફોન કરવાનું જણાવી ત્યાંથી રવાના કરી દીધા હતા.

કચેરી બહાર બોલાવી વહિવટની વાત

બાદમાં ફરીથી તેઓ આરોપી મયુરભાઈ પાસે મળવા પોલીસ કમિશનર કચેરી ખાતે ગયા ત્યારે તેઓ હાજર ન હતા. જેથી ફરિયાદીએ આરોપી મયુરભાઈને ફોન કરતા આરોપીએ ફોન ઉઠાવ્યો નહીં. પણ થોડી જ વારમાં આરોપીએ ફરીને ફોન કરી ફરિયાદીને ગીરનાર ટોકિઝ સામે બજરંગ કોલ્ડ્રીંક્સ નામની દુકાન પાસે બોલાવ્યા હતા.

અરજી અઘરી છે રૂ. 4000 થશે

ફરિયાદીને બોલાવી આરોપી મયુરભાઈએ બ્રિજેશભાઈના પાસપોર્ટની અરજી અઘરી છે અને તેમની સામે પોલીસ કેસ છે તેવું કહ્યું હતું. બ્રિજેશભાઈ પર પોલીસ કેસ છે તેમ કહી તેમણે રૂપિયા 4000 નો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પરંતુ ફરિયાદીએ જણાવ્યું કે તેઓનો અકસ્માતનો એક કેસ હતો જેમાં તેઓ નિર્દોષ છુટી ગયેલા છે અને તેના ચુકાદાની કોપી પણ સાથે જોડેલી છે. પણ આરોપી મયુરભાઈએ તેમને રૂપિયા 4000 આપવા જ પડશે તેમ કહી જતા રહ્યા હતા.

પાસપોર્ટ અરજન્ટ જોઈએ છે ?

ફરિયાદીએ આ મામલે પત્રકાર મિત્રે વાત કરતા તેમને આરોપી સાથેની વાતચીત રેકોર્ડિંગ કરી લેવા જણાવ્યું હતું. અને આમ ફરિયાદીએ મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કરી વાતચીતો કરી હતી. બાદમાં આરોપી મયુરભાઈ પોલીસવાળાને ફરિયાદી રૂબરુ પણ મળેલ ત્યારે આરોપી મયુરભાઈએ પાસપોર્ટની અરજન્ટ જરૂરીયાત છે તેવો સવાલ કર્યો હતો ? ફરિયાદીએ હામાં જવાબ આપતા આરોપીએ તેના મિત્ર ચન્દ્રશેખર કરદિંકરનો મોબાઈલ નંબર આપી તેનો સંપર્ક કરવા કહ્યું હતું.  

અરજન્ટના એજન્ટે કહ્યું રૂ. 20,000 થશે  

ફરિયાદીએ પોલીસવાળા આરોપી મયુરભાઈના કહેવા મુજબ ચંદ્રકાન્તનો સંપર્ક કરતા તેણે બ્રિજેશભાઈનો પાસપોર્ટ અઘરો છે તેમ કહી રૂપિયા 20,000ની માંગણ કરી હતી. બાદમાં આરોપી મયુરભાઈ પોલીસવાળાએ ગીરનાર પાન પાસે આવી રૂપિયા 10,000 રોકડા લઈ લીધા હતા.

સફાળી જાગેલી પોલીસે કરી કાર્યવાહી

આ ભ્રષ્ટાચારની ઘટનાના સમાચાર આરોપી મયુરભાઈના ફોટો સાથે અખબારમાં પ્રસિધ્ધ થતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ સફાળી જાગી અને તપાસ કરવા લાગી હતી. પોલીસ તપાસ કરી આખરે આરોપી હેડકોન્સ્ટેબલ મયુરભાઈ પેંગ્યાતર વિરૂધ્ધ ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમની કલમ 7(એ), 12, 13 (2) હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાની તપાસ મદદમનિશ પોલીસ કમિશનર પી.કે. દિયોરાને સોંપવામાં આવેલ છે.

લાંચ લેવી અને લાંચ આપવી ગુનો છે. જો આપની પાસે કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી લાંચની માંગણી કરે છે તો નજીકના એન્ટી કરપ્સન બ્યુરો [ACB]નો સંપર્ક કરો. જાગૃત નાગરિક બની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સહભાગી બનો.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...