Rajkot City News Gujarati રાજકોટ : રાજકોટથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને રાજ્યમંત્રી બની નેતા તરીકે ઓળખાતા અરવિંદ રૈયાણી ગુંદા ગામે માતાજીના માંડવામાં ધુણ્યા હોવાના અહેવાલ સામે આવ્યો છે. રાજકોટના ગુંદા ખાતે રૈયાણી પરિવારના માંડવામાં મંત્રી અરવિંદ રૈયાણી પહોંચ્યા હતા. જે માંડવાની પત્રીકામાં પણ અરવિંદ રૈયાણીને રાખડી બંધ ભૂવા તરીકે ઓળખાવાવમાં આવ્યા હોવાનો divybhaskar.co.in ન્યૂઝ વેબસાઈટનો દાવો છે. સાથે જ એક કથિત વિડીયો Video પણ સામે આવ્યો છે જેમાં મંત્રી રૈયાણી કથિત રીતે કોરડા વિંઝતા જોઈ શકાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી અરવિંદ રૈયાણી Minister Arvin Raiyani રાજકોટના ગુંદા ગામ ખાતે માતાજીના માંડવા [Mataji no Mandvo]માં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓ માંડવો શરૂ થતા ધૂણ્યા હતા અને સાંકળનો કોરડો લઈ પોતાની પીઠ પર ફટકારતા જોવા મળ્યા હતા. આ વિડીયો મીડિયા મારફતે સામે આવતા રાજકારણ તેજ બની ગયું હતું.

રાજકોટમાં મીડિયાને આ મામલે મંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે તેઓ 16 વર્ષની ઉંમરથી રૈયાણી પરિવારના જુના મઢના ભુવા છે. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે તારીખ 26ના રોજ તેમના પરિવારના માતાજીનો માંડવો અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુંમાં જણાવ્યું કે આમાં કોઈ દોરા ધાગા કે દાણા જેવું બીજી ત્રીજુ કંઈ નથી.
ભાજપના મંત્રી માંડવામાં ધુણ્યા ! વર્ષોથી ભૂવા છે મંત્રી અરવિંદ રૈયાણી – Rajkot City News Gujarati
આ મામલે રાજકીય આક્ષેપ બાજીઓ પણ શરૂ થઈ ગઈ છે. જેના કારણે આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપના રૈયાણી ફાયદો લેવા માટે આવું કરે છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો બીજી તરફ શ્રધ્ધા અને અંધશ્રધ્ધાનો વિષય પણ શહેરીજનોમાં ચર્ચામાં આવી ગયો છે.