Homeગુજરાતરાજકોટક્રિકેટ સટ્ટા મામલે રા. લો. સંઘના પ્રતિનિધિ મહેશ આસોદરીયાની ધરપકડ: રાજકોટ

ક્રિકેટ સટ્ટા મામલે રા. લો. સંઘના પ્રતિનિધિ મહેશ આસોદરીયાની ધરપકડ: રાજકોટ

-

Rajkot City News Gujarati : ગત તારીખ 10 એપ્રિલના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ Rajkot Crime Branch દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે વિરાણી અઘાટ વિસ્તારમાં સ્થિત એક કારખાના પાસેથી બે આરોપીને ક્રિકેટનો ઓનલાઈન જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓએ પોલીસને પુછરપરછમાં આઈ.ડી. મહેશ આસોદરીયા, હિમાંશુ પટેલ અને અજય મીઠિયા પાસેથી મળ્યાનું જણાવ્યું હતું. જેમાં આરોપી મહેશ આસોદરીયા Mahesh Asodariya રા. લો. સંઘના જિલ્લા બેંકના ડિરેક્ટર પ્રતિનિધી છે, જેની પોલીસે આજે વિધિસર અટકાયત કરી કાર્યવાહી કરી છે.

Rajkot City News/ ક્રિકેટ સટ્ટા મામલે રા. લો. સંઘના પ્રતિનિધિ મહેશ આસોદરીયાની ધરપકડ

રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા મામલે પોલીસે વિરાણી અઘાટ વિસ્તારમાંથી બે આરોપી ઝડપી પાડ્યા હતા. આ આરોપીએ બુકી કે તેમને આઈ.ડી. આપનાર તરીકે ત્રણ શખ્સોના નામ જણાવ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આજરોજ રાજકોટ લોધીકા સંઘના પ્રતિનિધિ મહેશ આસોદરીયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ ચાલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ આસોદરીયાનું નામ ઓનલાઈન જુગાર Online Gambling મામલે ખુલતા સહકારી રાજકારણ ગરમ થઈ ગયું હતું. મહેશ આસોદરીયા અને પૂર્વ મંત્રી જયેશ રાદડીયા સહિત કેટલાક ભાજપના નેતાઓની નજીકના હોવાનું મનાય છે. આ મામલો ગરમ થતા રાજકોટના ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે ઓનલાઈન જુગાર પર બાજ નજર રાખવાનું શરૂ કર્યાનું સુત્રો જણાવે છે.  

ગુજરાતના વધુ સમાચાર વાંચો:

ક્રિકેટ સટ્ટા બાદ ઓનલાઈન વરલી મટકા ઝડપાયા, DCP પાર્થરાજસિંહ એકશનમાં: રાજકોટ

સટ્ટાકાંડને લીધે મહેશ આસોદરીયાનું રાજીનામું નક્કી, ભાજપના ખાચરીયાએ કરી સ્પષ્ટતા

કેશોદ એરપોર્ટથી વિમાની સેવા થશે શરૂ, અગાઉ પણ થઈ હતી જાહેરાત: જુનાગઢ

એક તરફી પ્રેમી TRB જવાન મહિલાની છેડતી કરતો, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....