HomeગુજરાતરાજકોટNOC માટે ભાજપના કોર્પોરેટરના પતિએ રૂપિયા માંગ્યાના આક્ષેપ સાથે ઓડિયો વાયરલ: રાજકોટ

NOC માટે ભાજપના કોર્પોરેટરના પતિએ રૂપિયા માંગ્યાના આક્ષેપ સાથે ઓડિયો વાયરલ: રાજકોટ

-

રાજકોટ : રાજકોટમાં કથિત રીતે મકાન વેચવા માટે સોસાયટીના એન.ઓ.સી. આપવા માટે ભાજપના કોર્પોરેટર મંજુબેના પતિ અને ભાજપ વોર્ડ નંબર 6ના પ્રમુખ (Rajkot BJP Ward no. 6 President) ઘનશ્યામ હમીરભાઈ કુગશિયાએ રૂપિયાની માંગણી કર્યાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો વાયરલ (સત્યમંથન આ ઓડીયાની પુષ્ટી કરતું નથી) થતા શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે.

રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર આવેલી ભોજલરામ સોસાયટીમાં રહેતા દીપક જયંતીભાઈ ટુડિયા નામના યુવકને પોતાના મકાન વેચવા માટે સોસાયટીના એન.ઓ.સી. માટે કથિત રીતે રૂપિયા માગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. દીપક ટુડિયાએ રૂપિયા 45 લાખમાં મકાનનો સોદો નક્કી કર્યો હતો.

વધુ વાંચો- ૩૧ જૂલાઈ સુધી ખેડૂતો આ 30 કરતા વધારે યોજનાઓનો લાભ આ રીતે મેળવી શકે છે

દીપક ટુડિયા સોસાયટીના અને વોર્ડ નંબર 6ના ભાજપ પ્રમુખ ઘનશ્યામ પાસે પહોંચ્યા હતા. જે કામ માટે ભાજપના ઘનશ્યામ કુગશિયાએ મને પુછ્યા વગર મકાન કેમ વેચ્યું તેમ કહી 90 હજાર અને સોસાયટીના હોલમાં 10 પંખા ફીટ કરાવી આપવા માટે રૂપિયા 20 હજાર એમ કુલ રૂપિયા 1.10 લાખની માંગણી કરી હતી.

દિવ્યભાસ્કર.ઈન ન્યૂઝના અહેવાલમાં ઘનશ્યામ કુગશિયાને ટાંકીને જણાવ્યું છે કે,તેમણે કહ્યું કે, દીપક ટુડિયાએ મકાન વેચવાનું હતું એટલે તે મારી પાસે આવ્યો હતો અને મકાન ખરીદનાર મારા સંબંધીને મકાન લેવું છે તેવી વાત કરી હતી, મકાનનો સોદો થઇ ગયો ત્યાં સુધી મને જાણ કરવામાં આવી નહોતી, અને મેં મકાનની દલાલીના પૈસા માગ્યા હતા, મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો- સાતડાની સીમમાંથી લાખોની રકમનો ઘોડી-પાસાનો જુગાર ઝડપાયો; 6ની ધરપકડ 6ની શોધખોળ ચાલુ: રાજકોટ

Must Read