36 C
Ahmedabad

સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા 7 ઓરોપી ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યા

Published:

Rajkot City News Gujarati રાજકોટ : રાજકોટમાં થોડા સમયથી જુગારની બદ્દી ડામવા માટે શહેર પોલીસ સક્રિય થઈ હોય તેમ જણાય છે. ત્યારે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન [Bhaktinagar Police Station] વિસ્તારમાં જાહેર માર્ગ પર તીનપત્તીનો જુગાર રમતા 7 આરોપી ઝડપાયા છે. ગઈકાલે તારીખ 29 મેના રોજ પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

ભક્તિનગર પોલીસે તીનપત્તીનો જુગાર રમતા 7 ઓરોપી ઝડપી પાડ્યા- Rajkot City News Gujarati

રાજકોટના દેવપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દોસ્તી ચોક પાસેથી 7 આરોપી જુગાર રમતા ઝડપાયા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ જાહેર માર્ગ પર દોસ્તી ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે જુગાર રમતા ઝડપી પાડેલા આરોપી

  1. સાહીલ કરીમભાઇ પરમાર, ઉ.વ 25 રહે નિલકંઠ પાર્ક શેરી નં. 6 રાજકોટ.
  2. સોહીલ અશરફભાઇ બેલીમ, ઉ.વ 25 રહે નુરાની ચોક જંગલેશ્વર શેરી નં. 14 રાજકોટ.
  3. અસ્લમ જમાલભાઇ ખેડારા, ઉ.વ 20 રહે જંગલેશ્વર શેરી નં. 27 તવકકલ ચોક રાજકોટ.
  4. સમીર ઉફે મરઘો યાસીનભાઇ પઠાણ, ઉ.વ 24 રહે જંગલેશ્વર 5 ફુટ ઢાળ પાસે શેરી નં 4 રાજકોટ.
  5. ફારુકભાઇ ઇબ્રાહીમભાઇ આમરોડીયા, ઉ.વ 40 રહેઅંકુર સોસાયટી શેરી નં ૪ જંગલેશ્વર, રાજકોટ.
  6. સલીમ ઉફે કાલી યાસતઅલી ઇદરીશી, ઉ.વ 24 રહે એકતા કોલોની શેરી નં 6 જંગલેશ્વર, રાજકોટ.
  7. સુલતાન ઉફે કાવલી ગફારભાઇ નકાણી, ઉ.વ 28 રહે જંગલેશ્વર પટેલ સોસાયટી શેરી નં 9, રાજકોટ.

પોલીસે ઉપરોક્ત તમામ 7 આરોપીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અને નાણાની લેવડ-દેવડ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 11,070, 52 નંગ ગંજીપાનાના પત્તા, સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Related articles

Recent articles