Homeગુજરાતરાજકોટઆત્મીય યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભોજન સાથે જીવજંતુ નિકળતા બુમરાણ, કોઈ સાંભળતું નથી વિદ્યાર્થીનો...

આત્મીય યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભોજન સાથે જીવજંતુ નિકળતા બુમરાણ, કોઈ સાંભળતું નથી વિદ્યાર્થીનો આક્ષેપ

-

Rajkot News in Gujarati : હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અવારનવાર ભોજનની ગુણવત્તા મામલે કે સ્વાદ મામલે ફરિયાદો કરતા સંભળાય છે. પંરતુ રાજકોટ ની આત્મીય યુનિવર્સિટીમાં Atmiya University હદ વટાવી હોય તેમ જણાય છે. હોસ્ટેલના વિદ્યાર્થીને ભોજનમાં અન્ન સાથે જીવજંતુ પણ થાળીમાં મળતા બુમરાણ મચી હતી. કથિત આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ આ મામલે હોસ્ટેલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા તેવું વિદ્યાર્થીઓમાંથી માહિતી મળી હતી.

ભોજનમાંથી જીવડાં નિકળ્યાની કથિત ઘટના મામલે આત્મિય યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. ભોજનમાંથી જો જીવડાં નિકળે તો તે કંઈ નાની ચૂક નથી આ મામલે યુનિવર્સિટી તંત્રએ તાબડતોબ પગલા લેવા જોઈએ. વિદ્યાર્થીઓ તો અગાઉ પણ બીડી, જીવડાં જેવી અખાદ્ય ચીજો નિકળી હોવાની વાત કરે છે. ત્યારે ખરેખર આ મામલે યોગ્ય થાય તેવી માંગણી કરી રહ્યાં છે.

Rajkot City News : આત્મીય યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભોજન સાથે જીવજંતુ નિકળતા બુમરાણ

આત્મીય યુનિવર્સિટીમાં સ્થિત કે. કે. મહેતા હોસ્ટેલમાં K K Maheta Hostel રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી જિજ્ઞેશ કોટેચાએ મીડિયાને કહ્યું કે, “જ્યારે અમે અહિયાં એડમિશન લેવા આવ્યા ત્યારે હોસ્ટેલના કાર્યકર્તાઓએ મીઠી મીઠી વાણી બોલીને અમારા માતા-પિતાને ભોળવી લીધા હતા. અહિયાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે, તમારું બાળક અહિયાં સુરક્ષિત છે, અહિયાથી બહાર જવા માટે પણ તમારી મંજૂરી લેવી પડશે આવી વાતોમાં આવીને અમે અહિયાં એડમિશન લીધું અને હવે જ્યારે અમને જમવાનું ખરાબ મળી રહ્યું છે ત્યારે અમે રજૂઆત કરીએ તો અમને તેવો જવાબ મળે છે કે તમારે રહેવું હોય તો રહો અને જવું હોય તો જાઓ.”

વિદ્યાર્થી પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવા ભાવ સાથે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા વાલીઓ ભરોસો કરી અમને અહિં એડમિશન કરાવી આપ્યું હતું. પણ જો આ ભરોસો જેના પર કર્યો તે જ આવા જવાબ આપે તો શું કરવું. ફરિયાદ કરીએ તો વાલી જ્યારે હોસ્ટેલમાં પુછપરછ કરે તો મીઠી વાતો કરી તેમને જાળમાં ફસાવી બહાના આપી દેવાય છે. અમે એવા ફસાણા છીએ કે હોસ્ટેલ છોડીને જઈ પણ નથી શકતા અને મેનેજમેન્ટ ફરિયાદનું નિરાકરણ કરતું નથી. અમે જાણે મફતમાં હોસ્ટેલમાં રહેતા હોય તેમ વર્તન કરે છે.

Must Read