Homeરાજકારણહાર્દિક ભાજપની ભાષા બોલે છે રાજકોટમાં જગદીશ ઠાકોરનો હાર્દિકને જવાબ/રાજકારણ

હાર્દિક ભાજપની ભાષા બોલે છે રાજકોટમાં જગદીશ ઠાકોરનો હાર્દિકને જવાબ/રાજકારણ

-

Rajkot City News Gujarati રાજકોટ : ગઈકાલે તારીખ 18 મેના રોજ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. હાર્દિકના રાજીનામાંથી રાજકારણમાં કંઈ ખાસ ઉથલપાથલ સર્જાય નથી. પરંતુ આજરોજ હાર્દિકે મીડિયા સમક્ષ આવી કોંગ્રેસ પર આકરા આક્ષેપો કર્યા હતા. ત્યારે રાજકોટ આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આક્ષેપોનો વળતા જવાબ આપતા હતા. ઠાકરે રાજકોટમાં યોજેલી પત્રકાર પરિષદમાં હાર્દિક ભાજપની ભાષા બોલતા હોવાનું કહ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રસ Congress પ્રમુખ જગદીશ ઠાકોર આજરોજ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે સૌરાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓ અને પ્રભારી રઘુ શર્મા પણ હતા. દરમિયાન કોંગ્રેસ આયોજીત પત્રકાર પરિષદમાં જગદીશ ઠાકોરે હાર્દિકને આડેહાથ લીધા હતા. ઠાકોરે પત્રકારોને જણાવ્યું હતું કે, “આજે હાર્દિક પટેલએ ભાજપની પ્રેસનોટ Press Note વાંચી છે, પહેલા જેમને તેમણે જનરલ ડાયર કહેતા હતા તેમને હવે ઈશ્વર કહે છે. કોંગ્રેસને હાર્દિક અને ભાજપ વચ્ચેની સાંઠગાંઠની પહેલાથી જ ખબર હતી. હાર્દિક ઉપર થયેલા કેસ પરત થાય તે માટે જ તેમણે આવું કર્યું છે. જેલમાં ન જવું પડે તે માટેના આ હાર્દિક પટેલના પ્રયાસ છે. કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ Hardik Patelને હેલિકોપ્ટર, પ્લેન સહિતની વ્યવસ્થા કરી આપી હતી આ ઉપરાંત 5 રાજ્યોમાં તેમણે સ્ટાર પ્રચારક પણ બનાવવામાં આવ્યા હતા.”

હાર્દિક ભાજપની ભાષા બોલે છે રાજકોટમાં જગદીશ ઠાકોરનો હાર્દિકને જવાબ Rajkot City News Gujarati

હાર્દિક પટેલ મામલે જગદીશ ઠાકોર વરસી પડ્યા હતા અને કહ્યું કે, હાર્દિક છેલ્લા કેટલાય વખતથી સમાજનો ચહેરો બન્યો હતો પરંતુ હાર્દિકને તો પોતાના રાજદ્રોહના કેસ પુરા કરવામાં રસ હતો. માટે તેના પ્રયાસ કેવી રીતે જેલમાં ન જવું પડે તેવા હતા. હવે હાર્દિકે કોંગ્રેસ છોડી દીધી છે અને અન્ય લોકોને પણ આવું કરવા વાત કરે છે. હાર્દિક ભાજપની ભાષા બોલી રહ્યો છે અને આ કમલમમાંથી નક્કી થઈ રહ્યું છે.

આ તકે ઉપસ્થીત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા Raghu Sharmaએ હાર્દિક મામલે મીડિયાને જવાબ આપવાની ના ભણી દિધી હતી. તેઓએ કહ્યું કે તે જતો રહ્યો છે તો હવે તેની શું વાત કરવાની હોય.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....