37 C
Ahmedabad

દિલ્હી બોર્ડના નામે છેતરપિંડી કેસ: મહિલા સહિત વધુ 3ની ધરપકડ: રાજકોટ

Published:

Rajkot City News રાજકોટ : તાજેતરમાં રાજકોટમાંથી ક્રાઈમ બ્રાન્ચે અભ્યાસ વગર બોગસ સર્ટિફિકેટ વેચવાના આરોપીને ઝડપી પાડ્યો હતો. જે મામલે ઉંડી તપાસ થતા એકબાદ એક મોટા ખુલાસા સામે આવતા ગયા હતા. જેમાં આરોપી દ્વારા બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હીના નામે દિલ્હી ખાતે સંસ્થા શરૂ કરવામાં આવી હતી. જેના મારફતે ગુજરાતની 57 શાળાઓને એફિલેશન આપી નકલી ડિગ્રી વેચવાનું કૌભાંડ આચર્યું હતું.

નકલી ડિગ્રી અને બોગસ બોર્ડની તપાસ મામલે પોલીસે રાજકોટના જયંતિ સુદાણી બાદ ખાંભાના કેતન જોશીની ધરપકડ કરી હતી. આરોપી કેતનની 7 દિવસની રિમાન્ડ મેળવી પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરી હતી. સાથે પોલીસે દિલ્હીની એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. પોલીસે ખાંભાની તેમજ દિલ્હી ખાતેની આરોપીની ઓફિસ પરથી કબજે કરેલા સાહિત્યની તપાસ આદરી છે.

Rajkot News દિલ્હી બોર્ડના નામે છેતરપિંડી કેસ: મહિલા સહિત વધુ 3ની ધરપકડ: રાજકોટ

રાજકોટના આરોપી જયંતિ સુદાણીની SEIT એજ્યુકેશન નામની ઓફિસ ખોલી 15 હજાર રૂપિયામાં પ્રમાણપત્ર વેચતો ઝડપી પોલીસે કાંડનો પર્દાફાશ કર્યો છે. બાદમાં પોલીસે કબજે લીધેલા સાહિત્યની ઉંડી તપાસ કરતા નવું કૌંભાંડ સામે આવ્યું હતું. જે મામલે પોલીસે કેતન જોશી, અમૃતલાલ પીઠડિયા, પરેશ પ્રાણશંકર વ્યાસ સહિત દિલ્હીની મહિલા તનુજા સીંઘ સિહતના વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરી 57 શાળામાં બોગસ સર્ટિફિકેટ ધાબડતી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપી જંયતિ સુદાણી જેલ હવાલે હોય તેનો કબ્જો મેળવી કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે આરોપી કેતન જોશીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મળતા પોલીસ તપાસ ચાલી રહી છે. જ્યારે દિલ્હીની તુનજાસિંઘ, અમૃત પીઠડિયા અને પરેશ વ્યાસની પણ ધરપકડ કરી લીધી છે.

Related articles

Recent articles