HomeગુજરાતરાજકોટRajkot City News ધનંજય ફાયનાન્સ પેઢી કરોડોમાં કાચી પડી,લાગ્યા અલીગઢી તાળા

Rajkot City News ધનંજય ફાયનાન્સ પેઢી કરોડોમાં કાચી પડી,લાગ્યા અલીગઢી તાળા

-

રાજકોટ(Rajkot City News)માં ધનંજય ફાયનાન્સનાં(Dhananjay finance) સંચાલકોએ ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું ફુલેકું ફેરવ્યાનું બહાર આવ્યું છે. જેમાંથી હાલ ચાર કરોડની છેતરપિંડીની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવી છે. હજુ વધુ રોકાણકારો ફરિયાદ નોંધાવેશે તેવી શક્યતા પોલીસે દર્શાવી હતી. આ કામના આરોપી તરીકે હાલમાં સુરત રહેતા ધનંજય ફાયનાન્સ લિ. ના ડાયરેક્ટર ઘનશ્યામ વલ્લભ પાંભર, તેની પત્ની અસ્મિતા અને પિતા વલ્લભ લાલજી પાંભરના નામ આપવામાં આવેલા છે. ફરિયાદ નોંધાતાની સાથેજ ઘનશ્યામના પિતા વલ્લભ પાંભરે ઝેરી દવા પીધેલી હતી, અને તેને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રાખવામાં આવ્યા છે.

Rajkot Dhananjay finance ડાયરેક્ટર ઘનશ્યામ પાંભર ગાયબ

ફરિયાદીના કહેવા મુજબ રોકાણ કર્યાની શરૂઆતમાં તેને અને પરિવારનાં સભ્યોને નિયમિત વ્યાજ મળતું હતું. પરંતુ વર્ષ 2019થી વળતર પેટે મળતું વ્યાજ બંધ થઈ ગયું હતું. જેને કારણે ફરિયાદીએ તપાસ કરતા જાણવા મળ્યુંકે ઘનશ્યામ સુરત જતો રહ્યો છે. તેના માણસોએ ટૂંક સમયમાં તમારા પૈસા મળી જશે તેવી ધરપત આપી હતી, પણ લાંબા સમય સુધી રકમ પરત નહીં મળતા ઘનશ્યામનાં પિતા વલ્લભભાઈને મળ્યા હતાં અને તે વખતે વલ્લભભાઇએ કહ્યું કે, તેનો પુત્ર હાલ સુરતમાં રહે છે અને તેનો ફોન પણ બંધ આવે છે. સુરતમાં આવેલા કામરેજ પોલીસ સ્ટેશનમાં તેના મિત્રએ તેના ગુમ થયાની નોંધ કરાવી છે. જેથી તે પરત આવે ત્યારે તમારી વ્યાજની રકમ પરત મળી જશે, તેવું આશ્વાસન આપેલું. પરંતુ આજદિન સુધી પણ રકમ પરતના મળતા આખરે રોકાણકારે રાજકોટ તાલુકા પોલીસનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી હાલમાં આ કેસની તપાસ હાથ ધરી છે.

ધનંજય ફાયનાન્સમાં પૈસાગુમાવનાર લોકોનું લીસ્ટ –
ધનંજય ફાયનાન્સમાં જેને રકમ ગુમાવી છે, તેવા રોકાણકારો

 • દિનેશ ધરમશી લીંબાસીયાના 15.50 લાખ ઉપરાંત વ્યાજ મળી 31 લાખ
 • જયેશ બાબુભાઈ કોટડિયાના વ્યાજ સહિત 20 લાખ
 • જયેશ રવજીભાઈ સખીયાના વ્યાજ સહિત 98 લાખ
 • વલ્લભ દામજી બુસાના વ્યાજ સહિત 60 લાખ
 • રાકેશ ભગવાનજી ઘેલાણીના 85 હજાર
 • અરવિંદ વિરજીભાઈ દોંગાના 2 લાખ
 • અસ્મિતાબેન કૈલાશભાઈ પાણના 14.50 લાખ
 • નારણભાઈ જીવાભાઈ ધાંધીયાના 1.60 લાખ
 • બાલકદાસ બંસીદાસ દેવમુરારીના 3 લાખ
 • ફોરમબેન દિનેશભાઈ દેવમુરારીના 1 લાખ
 • પ્રવિણભાઈ ભીખાભાઈ ખુમાણના 1 લાખ

આમ મળી કુલ 2.32 કરોડ તથા ફરિયાદી અને તેના પરિવારનાં સભ્યોનાં મળી કુલ 4.04 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

વિધવાએ મરણમૂડી પણ ગુમાવી
ધનંજય ફાયનાન્સમાં અસ્મિતાબેન નામનાં વિધવા મહિલાની મરણમૂડી સમાન 14.50 લાખ રૂપિયા ફસાય જતાં હાલ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા. પોલીસે જણાવ્યું હતુંકે, અસ્મિતાબેને પતિનું અવસાન થયા બાદ પોતાનું મકાન 25 લાખમાં વેચી નાખ્યું હતું અને ઘનશ્યામની પેઢી ધનંજય ફાયનાન્સ માં રૂા. 22 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, અને વળતર પેટે મળતા રૂપિયાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સાથે બાળકોની સ્કૂલ ફી વગેરે પણ ભરતા હતાં. હાલ આ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....