Homeગુજરાતરાજકોટ'શ્રેષ્ઠ શિક્ષક' તરીકેનું પારિતોષિક શાળાને જ પરત કરતા વીરનગરના શિક્ષક

‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકેનું પારિતોષિક શાળાને જ પરત કરતા વીરનગરના શિક્ષક

-

રાજકોટ(Rajkot City News) તા. 9 – ‘‘શ્રેષ્ઠ શિક્ષક’’ તરીકેનું પારિતોષિક શાળાને જ પરત કરી વીરનગરના શિક્ષક દેવકુબેન બોરીચાએ પ્રેરણારૂપ દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે.

રાજયભરમાં કરાયેલ ‘‘રાષ્ટ્રીય શિક્ષક દિન’’ની ઉજવણી નિમિત્તે રાજયસરકાર દ્વારા વીરનગર પ્રાથમિક શાળાના ભાષાશિક્ષક દેવકુબેન બોરીચાને તાલુકા કક્ષાના ‘‘શ્રેષ્ઠ શિક્ષક’’ તરીકેનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. રાજયના અન્ન અને નાગરિક પુરવઠા પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડિયાએ દેવકુબેનને રૂ. પાંચ હજારનો રોકડ પુરસ્કાર, શાલ અને  સન્માનપત્ર એનાયત કરી દેવકુબેનની કામગીરીની સરાહના કરી હતી.

પરંતુ શિક્ષણ પ્રત્યે પ્રતિબધ્ધ એવા દેવકુબેને આ સમારંભમાં જ તેમને મળેલ પારિતોષિકની રકમ વીરનગરની શાળાના બાળકોને જ અર્પણ કરીને સમગ્ર સમાજને નવો રાહ ચીંધ્યો હતો. પૂર્વ મંત્રી રાદડિયાએ દેવકુબેનને તેમના આ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

છેલ્લા વીસ વર્ષથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા દેવકુબેન તેમના સમાજના પ્રથમ શિક્ષક છે. ખૂબ જ ગરીબીમાંથી આગળ આવીને સ્વ. પિતા દાદભાઇ અને માતા રામુબેનના સાથ-સહકારથી આ પારિતોષિક સુધીના આ સફળ  મુકામ સુધી પહોંચી શકાયું છે, એમ દેવકુબેને જણાવ્યું હતું. તેમણે આ અગાઉ પી.ટી.સી.ના અભ્યાસક્રમ બાદ પારેવાળાની સરકારી શાળા ખાતે તેમની સેવાઓ આપી હતી અને ક્રમશઃ એમ.એ.બી.એડ. કર્યા બાદ હાલ તેઓ વીરનગરની પ્રાથમિક શાળા ખાતે કાર્યરત છે.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....