Homeગુજરાતરાજકોટમુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યત્વે 6 વિભાગની ફરિયાદો સાંભળવામાં આવશે

મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યત્વે 6 વિભાગની ફરિયાદો સાંભળવામાં આવશે

-

મુખ્યમંત્રીનો(Gujarat CM) નવેમ્બર -2021 માસનો ફરિયાદ(Complaint) નિવારણ કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યત્વે 6 વિભાગની ફરિયાદો સાંભળવામાં આવશે

રાજકોટ(Rajkot City news) તા. 9 – મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય(Gujarat State) તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે. જે મુજબ નવેમ્બર-2021 માસનો ‘‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.25-11-2021નાં રોજ યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદોની અરજીમાં મથાળે “જિલ્‍લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.

(1) મહેસુલી તંત્ર (2) જિલ્લા પંચાયત (3) પોલીસ વિભાગ (4) ગુજરાત વિદ્યુત બોર્ડ (5) એસ.ટી. (6) પાણી પુરવઠા બોર્ડનાં પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ 25-11-2021નાં રોજ સવારનાં 11:00 કલાકે કચેરીનાં ત્રીજા માળે સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારી અને કલેકટર સાંભળશે. આ સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં તે જ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ પ્રશ્નોનો નિકાલ કરશે.

મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો તા. 10/11/2021 સુધીમાં કલેકટર કચેરી ખાતે રજુ કરવાના રહેશે.  આ તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાનાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યકિતગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર આંતરિક તકરાર સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહી જેની અરજદારોને નોંધ લેવા જિલ્લા વહિવટીતંત્રની યાદીમાં જણાવાયુ છે.||| 

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....