Rajkot City News રાજકોટ : રાજકોટ રામપર બેટી ખાતે વિચરતા સમુદાયના લોકો માટે નિર્માણ થયેલી સંજીવની સોસાયટીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ મહાનગરપાલિકાની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી એ આ તકે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર્સ સાથે બેઠક કરી હતી. સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની 31 ટિપરવાન અને બંધ બોડીના 2 ટ્રકને લીલીઝંડી આપી હતી. ત્યારે શહેરમાં કચરો ઉઠાવવા જતી કચરા જેવી હાલતની ટીપરવાન બાબતે પણ મહાનગરપાલિકા પગલા લે તે જરૂરી છે.
રાજકોટ મહાનગરપાલિકા RMCની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થીતીમાં 31 ટિપર વાન અને 2 ટ્રકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મોટાપાયે પ્રસંગની ઉજવી RMC દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પરંતુ સવાલ એ છે કે, નવી નક્કોર ટિપરવાન મુકવા માટે જ મહાનગરપાલિકા જવાબદાર છે કે તેની દયનીય હાલતની સમક્ષા કરી પગલા લેવા પણ જવાબદાર છે ?
છાસવારે રાજકોટ શહેરમાં ભંગારની હાલતમાં કચરા જેવી ટિપરવાનની લોકો રમૂજ કરતા હોય છે. તે બાબતે રાજકોટ મહાનગરપાલિકા Rajkot Municipal Corporationએ આજસુધી શું ધ્યાન આપ્યું અને કાર્યવાહી કરી તે મેયર અને કમિશનર જ જાણે ! પરંતુ લોકો રમૂજ કરતા ફરે છે કે નવી કચરા ગાડીની હાલત ફરી પાછી થોડા સમયમાં જ કચરા જેવી થવાની છે.
Rajkot City News ટિપર વાન અર્પણ કરતા મુખ્યમંત્રી આશા કે નવા વાહન ભંગાર જેવા નહીં થાય

મહાનગરપાલિકા દ્વારા નવી ટિપર વાન મુકે તેમાં કોઈ વાંધો ન હોય. પણ આટલા મોટા ખર્ચ અને તાયફા બાદ મુકાતી ટિપર વાનના રખોલા કરવાની જવાબદારી પણ મહાનગરપાલિકાએ યાદ રાખવી જોઈએ. સાથ જ ટિપર વાન ખરાબ હાલત કરવા કે થવા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરી કાર્યવાહી પણ કરવી જોઈએ.