Homeગુજરાતરાજકોટચોરીની રીક્ષા સાથે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરી થયેલા 2 મોટરસાયકલ કબજે કરતી...

ચોરીની રીક્ષા સાથે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરી થયેલા 2 મોટરસાયકલ કબજે કરતી રાજકોટ પોલીસ

-

Rajkot City news રાજકોટ: રાજકોટ એલસીબી દ્વારા આજરોજ રીક્ષા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પેટ્રોલીંગમાં રહેલા એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી મળતા ચોરીની રીક્ષા સાથે આરોપીને આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.

રાજકોટ શહેર પોલીસ એલસીબી Rajkot LCB ની ટીમના કર્મચારીઓ દ્વારા આજરોજ ચોરી થયેલી રીક્ષા સાથે આરોપી અનીલ ધીરૂભાઈ રાજાણી રહે. લાતી પ્લોટ -10 રાજકોટને ઝડપી લેવામાં આવ્યો હતો. ચોરી કરેલી રીક્ષાની પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનને આધારે તપાસ કરતા આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો. આરોપી પાસેથી પોલીસે અગાઉ ચોરી કરેલા બે સ્પલેન્ડર ટુ વ્હિલર બાઈક પણ કબ્જે કર્યા છે.

ચોરીની રીક્ષા સાથે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરી થયેલા બાઈક કબજે કરતી પોલીસ Rajkot City News

rickshaw thief and bike thief case detect rajkot city police lcb gujarati news today
પોલીસે કબ્જે લીધેલા મોટરસાયકલ, રીક્ષાનો મુદ્દામાલ અને ઝડપાયેલો આરોપી

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શખ્સે રીક્ષા શહેરના હનુમાન મઢી પાસેથી ચોરી કરી હતી. ઉપરાંત આરોપી અનીલ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જેમાં રાજકોટના એ ડિવિઝનમાં એક ચોરીનો ગુન્હો તેમજ બી. ડીવીઝનમાં કુલ 3 ચોરીના ગુના આરોપી વિરૂધ્ધ નોંધાયેલા છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...