Homeગુજરાતરાજકોટઆગવી ઓળખ યોજના હેઠળ મ્યુનિસિપાલટીઓને કેટેગરી વાઇઝ રૂ. ૨ થી ૫ કરોડ...

આગવી ઓળખ યોજના હેઠળ મ્યુનિસિપાલટીઓને કેટેગરી વાઇઝ રૂ. ૨ થી ૫ કરોડ અપાશે: ધનસુખભાઇ ભંડેરી

-

મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં 38427 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુલ 8400 કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં 1329 કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને 14અને 15 માં નાણાપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ…

રાજકોટ (Rajkot City News) ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ( Municipal Finance Board ) ના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીએ( Dhansukh Bhanderi ) આજે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકૂળના(Gurukul) સભાખંડમાં સૌરાષ્ટ્રના રાજકોટ ઝોનની(Rajkot Zone) 30 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સભ્યો સહિતના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલ ગ્રાન્ટ અને સંબંધિત કામોની સમીક્ષા કરી વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવાની સાથે નાગરિક સુવિધાઓ ઉત્તમ થી સર્વોત્તમ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ધનસુખભાઇ ભંડેરીએ( Dhansukh Bhanderi ) સૌરાષ્ટ્ર ના રાજકોટ ઝોનના 30 નગરપાલિકાઓના હોદ્દેદારો અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોમાં સર્વ સમાવેશક વિકાસ કાર્યો થાય તેમજ આ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નગરપાલિકાઓને પૂરતું ફંડ આપી રહી છે. વાર્ષિક રૂપિયા 8 હજાર કરોડની ફાળવણી થકી ઝડપી અને સાતત્યપૂર્ણ વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો છે.

આ તકે દરેક નગરપાલિકાઓને ધનસુખભાઇ ભંડેરીએ દર બે માસે જનરલ બોર્ડના બોલાવી લેવા અને નિયમાનુસાર ની ઝડપથી દરખાસ્તો રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી મારફત બોર્ડને મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ધનસુખભાઈએ તાજેતરના નવા પરિપત્રો અને ઠરાવો નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું જનભાગીદારી યોજનામાં માં સરકારે ઉદાત વલણ દાખવ્યું છે. તેનો લાભ છેવાડાના લોકો

સુધી પહોંચાડવો અને ગટર લાઈનને મુખ્ય લાઈન સાથે જોડવા ધરદીઠ રૂપિયા 7000ની મર્યાદામાં તેમજ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનામાં કુટુંબ દીઠ 25 હજારની સહાય નગરપાલિકાઓને મળવાપાત્ર થાય છે. આગવી ઓળખ યોજનામાં શહેરોની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા સહિતના પ્રોજેક્ટો માટે કેટેગરી વાઇઝ અ વર્ગની નગરપાલિકાને રૂપિયા 5 કરોડ, બ વર્ગને રૂપિયા 4કરોડ, ક વર્ગને રૂપિયા 3 કરોડ અને ડ વર્ગને રૂપિયા બે કરોડ સુધીની ગ્રાન્ટ મળશે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Dhansukh Bhanderi Rajkot Swaminarayan Hall meeting

મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં 38427 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુલ 8400 કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં 1329 કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને 14અને 15 માં નાણાપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ નગરપાલિકાઓને આપવામાં આવી રહ્યું છે.

શહેરોમાં વધુને વધુ સુવિધાઓ ઊભી થાય તે માટે વ્યાપક વિકાસ કાર્યો માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો તેમજ રાજ્ય સરકાર દ્વારા તેમજ બોર્ડ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સુધારેલા પરિપત્રો નિર્ણય અંગે ની માહિતી જાણી રાજકોટ ઝોનના નગરપાલિકાના હોદ્દેદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી વિકાસના કાર્યો માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આ સમીક્ષા બેઠકમાં બોર્ડના સીઈઓ પટનીએ નગરપાલિકા વાઇઝ પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા સમજણ આપી હતી કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ઝોન રિજિયોનલ કમિશનર ઘીમંતકુમાર વ્યાસે ઝોનની પ્રગતીશીલ કામગીરી ની માહિતી આપી આજની સમીક્ષા બેઠક નો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. આ બેઠકમાં રિજિયોનલ કચેરીના અધિક્ કલેકટર ચૌધરી, ચીફ ઓફિસર તીલક શાસ્ત્રી, બોર્ડની કચેરી ગાંધીનગર ના નટુભાઈ દરજી સેક્રેટરી , ભાવિનભાઈ,ધીરેનભાઇ સિદ્ધ સહિતના અધિકારીઓ અને નગરપાલિકાના હોદેદારોને ઉપસ્થિત રહ્યા હતા.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....