Homeગુજરાતરાજકોટરાજકોટમાં ખુલ્લે આમ યુવતીની છેડતી અને હુમલો, આ છે કાયદો અને વ્યવસ્થા...

રાજકોટમાં ખુલ્લે આમ યુવતીની છેડતી અને હુમલો, આ છે કાયદો અને વ્યવસ્થા ?

-

Rajkot City News રાજકોટ : ગુજરાતમાં મહિલા સુરક્ષાના રાજકીય દાવાઓ વચ્ચે લગભગ દરરોજ મહિલા સાથેના ગુના સામે આવે છે. જેના કારણે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની કામગીરી પર સવાલ પેદા થાય તે વાજબી છે. રાજકોટની આજની ઘટના અને છાસવારે મહિલા છેડતી અને મહિલા સંબંધિત નોંધાતા ગુના પરથી સરકાર માત્ર મહિલા સુરક્ષાની જાહેરાતોમાં વ્યસ્ત હોય તેમ જણાય છે.

સમગ્ર ઘટના એવી છે કે, રાજકોટના મંગળા મેઈન રોડ પરથી પસાર થતી યુવતીને એક શખ્શે છેડતી કરી અને, માર પણ માર્યો. જાહેર માર્ગ પર છડેચોક બનેલી આ ઘટના પોલીસ તંત્રની કામગીરી મામલે ચાડી ખાય છે. સદનસીબે યુવતી સાથે દુરવ્યવહાર જોઈ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ વચ્ચે પડી હતી. બાદમાં અન્ય લોકો પણ ઘટના સ્થળે પહોંચી યુવતિને બચાવવા વચ્ચે પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો Video સીસીટીવીમાં કેદ થતા નાગરિકો સમક્ષ આ ઘટનાની હકિકત આવી છે.

કથિત રીતે નશાની હાલતમાં રહેલો શખ્સ યુવતિને માર્ગ પર રોકી છેડતી કરતા બહાદુર યુવતીએ શખ્સનો પ્રતિકાર કર્યો હતો. પરંતુ નરાધમ શખ્સે યુવતી પર હુમલો કરી દેતા યુવતી ડઘાઈ ગઈ હતી. એટલામાં રસ્તે પસાર થઈ રહેલા વાહન ચાલક સજ્જને વચ્ચે પડી યુવતીને બચાવાવ પ્રયાસ કર્યો હતો. બાદમાં સ્થાનિકો પણ એકઠાં થવા લાગ્યા અને યુવતીને રોકી દુરવ્યવહાર કરનાર શખ્શને મેથી પાક ચખાડ્યો હતો.

રાજકોટમાં ખુલ્લે આમ યુવતીની છેડતી અને હુમલો ઘટના વિડીયોમાં કેદ – Video Viral

દિવસના અજવાળે થયેલી આ શરમનજક ઘટના સી.સી.ટી.વી. CCTV માં કેદ થઈ હતી. પોલીસે આ મામલે છેડતી કરનાર શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.  પ્રાપ્ત વિગતો મુજબ આ પીડિત યુવતી નર્સ તરીકે હોસ્પિટલમાં નોકરી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બહાદુર યુવતીએ આ શખ્સની સામે પ્રતિકાર કરી જડબાતોડ જવાબ આપવાનો પ્રયાસ કરતા યુવક ગીન્નાયો હતો. અને યુવતી પર હિંસક હુમલો કર્યો હતો. દરમિયાન શહેરના સજ્જન અને બહાદુર નાગરિકો પહોંચી યુવતીની વહારે આવી ગયા હતા.

મામલાની જાણ થતા રાજકોટ શહેર પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો અને તેને ઝડપી પાડયો હતો. તેનું નામ ભાવેશ બીજલભાઇ ઝરીયા હોવાનું બહાર આવ્યું હતું.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....