Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) યોજનાના લાભો આપવા ઝુંબેશ હાથ ધરાશે

રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) યોજનાના લાભો આપવા ઝુંબેશ હાથ ધરાશે

-

આઝાદી કા અમૃત મહોત્સવ – નવેમ્બર માસની આવાસ માસ તરીકે ઉજવણી : નોંધણી કરાવવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા અનુરોધ

રાજકોટ(Rajkot City News):-આઝાદીકા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત સરકાર દ્વારા આવાસ યોજનાના લાભો આપવા માટે નવેમ્બર માસની આવાસ માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ(Rajkot) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના(pradhan mantri awas yojana) લાભો ગ્રામ્ય(Rural) વિસ્તારમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળે તે માટે ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) ચલાવવામાં આવે છે. વર્ષ 2022 સુધીમાં તમામને ઘરનું ઘર” આપવા માટે પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીને વિના મુલ્યે પ્લોટ આપવામાં આવે છે.

આ ઉપરાંત રૂા. 120,000– ની મકાન સહાય આપવામાં આવે છે. મકાન સહાય ઉપરાંત શૌચાલય બનાવવા માટે રૂા. 12,000/- તથા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજના (મનરેગા) હેઠળ 90 દિવસની રોજગારી ની ૨કમ રૂા. 20,610- આપવામાં આવે છે.

આમ કુલ મળીને 1,52,610– ની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા બાથરૂમ બનાવવા માટે 5,000 –ની સહાય અને જો લાભાર્થી આવાસ છ માસમાં પૂર્ણ કરે તો રૂા.20,000 ની અતિરીકત્ત સહાય આપવામાં આવે છે.

ભારત દેશની આઝાદીના 75 માં વર્ષ નીમિતે ભારત સર કારના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર-2021 ના મહીનાને આવાસ માસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે.

આવાસ માસના વિવિધ કાર્યક્રમો દરમ્યાન લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની પુરતી માહિતી મળે કાચા આવાસ તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓના નામની “આવાસ પ્લસના સોફટમાં નોંધણી કરવામાં આવે તે માટેની કામગીરી હાથ ધરાનાર છે.

આથી રાજકોટ જિલ્લાના ગ્રામિણ વિસ્તારના અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલ ના હોય અને હાલમાં કાચું આવાસ તથા પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા તથા આવાસ સોફટમાં નોંધણી કરાવા તેમની ગ્રામ પંચાયત, સરપંચ, તલાટી મંત્રી, અથવા તાલુકા પંચાયતની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

Must Read