Rajkot City News રાજકોટ : આજરોજ રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીની બેઠક રાજકોટ ખાતે મળી હતી. હેમુ ગઢવી હોલ ખાતે મળેલી કારોબારીની આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા. ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાનીમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. પરંતુ કારોબારીમાં ભરત બોઘરાએ કાર્યકરોને સંબોધન કરતા એવી વાત કહી દીધી હતી કે તેના કારણે વિવાદ સર્જાયો છે.
ભરત બોઘરાએ કાર્યકરોને સંબોધન દરમિયાન જણાવ્યું કે, ચૂંટણીની આચારસંહિતા તારીખ 15 ઓકટોબરના રોજથી આવી જશે. માટે આપણી પાસે હવે માત્ર 100-125 દિવસનો સમય બચ્યો છે. તારીખ 15 ઓક્ટોબર બાદ આપણી પાસે સમય રહેશે નહીં માટે તૈયારીમાં લાગી જાઓ.
મહત્વની વાત છે કે ચૂંટણીની જાહેરાત કે આચારસંહિતા ચૂંટણી પંચ જાહેર કરતું હોય છે. પરંતુ અહિં તો ભરત બોઘરાએ જાણે અગાઉથી જ જાણતા હોય કે તેમના કહ્યા મુજબ થવાનું હોય તેમ ચૂંટણીની આચારસંહિતાની તારીખ જાહેર કરી હોય વિવાદ સર્જાયો હતો.
ભાજપ કારોબારીમાં આચાર સંહિતાની તારીખ આપી ભરત બોઘરા વિવાદમાં ઘેરાયા Rajkot City News
ઉલ્લેખનીય છે કે, ભરત બોઘરાએ બાદમાં કારોબારીની બેઠક પૂર્ણ કરી મીડિયા સાથ વાત કરી હતી. જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે ભાજપના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું છે કે ચૂંટણી ડિસેમ્બરમાં આવશે તે નક્કી છે. આથી બે મહિના અગાઉ ચૂંટણીની એક્ટિવીટી થતી હોય છે. માટે 15 ઓક્ટોબર પછી અમારી પાસે કામ કરવાનો સમય નથી. માટે 120 દિવસ બાકી છે અને આ શેડ્યુલ જોઈ કામ કરવું જોઈએ.