Rajkot City News રાજકોટ : રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. નિલેષ મકવાણા [ASI Nilesh Makwava]ની પ્રશંસનીય કાર્યવાહીને બીરદાવવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા શ્રી રામેશ્વર શરાફી મંડળીના સંચાલકો દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં સરાહનીય કાર્ય કરતા નિલેષ મકવાણાને પ્રશંસાપત્ર એનાયત કરી બીરદાવવામાં આવ્યા હતા.
- સંસદ સભ્ય મોહન કુંડારીયા અને રાજકોટના મેયર ડૉ. પ્રદિપ ડવના હસ્તે આપવામાં આવ્યું પ્રશંસાપત્ર
ભક્તિનગર પોલીસ સ્ટેશનના ASI નિલેષ મકવાણાને પ્રશંસાપત્ર એનાયત: રાજકોટ Rajkot City News

શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો દ્વારા થયેલા છેતરપીંડી મામલે નિલેષ મકવાણા દ્વારા 730 પીડિતોના નિવેદન લઈ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જે તપાસના આધારે સંચાલકોની રૂપિયા 8 કરોડથી વધારેની મિલકત લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે મામલે નિલેષ મકવાણાની સરાહનીય કામગીરી અને ફરજ નિષ્ઠાને પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવી હતી.