Homeગુજરાતરાજકોટઆરોપી ATM તોડી રૂપિયા ચોરી કરે તે પહેલા રાજકોટ પોલીસ પહોંચી ગઈ

આરોપી ATM તોડી રૂપિયા ચોરી કરે તે પહેલા રાજકોટ પોલીસ પહોંચી ગઈ

-

Rajkot City News રાજકોટ : રાજકોટમાં એ.ટી.એમ. (ATM) તોડવા પહોંચેલા આરોપીને રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. તોડી નાણાં ચોર કરવા માટે એટીએમમાં ઘુસ્યો હતો. પરંતુ બેંકની ઈ-સર્વેલન્સ ટીમના ઘ્યાને આવતા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દિધો હતો.

રાજકોટના ટાગોર રોડ પર એસ્ટ્રોન ચોક પાસે આવેલા બેંક ઓફ બરોડાના એ.ટી.એમ. (Bank Of Baroda ATM) તોડી ચોરી થાય તે પહેલા આરોપી ઝડપાઈ ગયો હતો. ન્યારી ડેમ પાસે આસોપાલવ સ્ક્વેરમાં રહેતો દર્શન વાઘેલા નામનો 24 વર્ષીય યુવાન મિત્રને ચૂકવવાના રૂપિયા પોણા બે લાખ માટે એટીએમ તોડવાનો વિચાર કર્યો હતો.

આરોપી ATM તોડી રૂપિયા ચોરી કરે તે પહેલા જ રાજકોટ પોલીસ પહોંચી ગઈ – Rajkot City News

પ્રાપ્ત વિગતો અનુસાર પોલી કંટ્રોલરૂપમને મેસેજ મળ્ય હતો કે, શહેરના ટાગોર રોડ પરના બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. તોડી ચોરી કરવા કોઈ શખ્સ ઘુસ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે મેસેજ મળતાની સાથે જ પોલીસ  કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ એટીએમ સેન્ટરની અંદરથી આરોપી દર્શનને કટર, ડિસમિસ જેવા સાધનો સાથે દબોચી લીધો હતો. પોલીસે તપાસ કરતા મશીનના એક તરફનો ભાગ આરોપીએ ડિસમિસનો ઉપયોગ કરી તોડી નાખ્યો હતો. બનાવની જાણ થતા બેંકના ક્રેડિટ મેનેજર મનોજ ચોરાડા સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

મનોજ ચોરાડાએ જણાવ્યું હતું કે, હૈદરાબાદ ખાતેથી બેંકની ઈ-સર્વેલન્સ ટીમે એટીએમ મશીન તોડવાના પ્રયાસની માહિતી બેંકના આઈટી અધિકારીને આપી હતી. આઈટી અધિકારીએ નીચે અધિકારીને જાણ કરતા જ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણકારી આપવામાં આવી હતી.

ઘટના સ્થળેથી આરોપીને પકડી પોલીસે વિધિવત કાર્યવાહી હાથ ધરી છે. પોલસે બેંકના અધિકારી દરજજે મનોજ ચોરાડાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી એટીએમ મશીન તોડી રૂપિયાની ચોરી કરવાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આરોપી દર્શન કડિયાકામ કરી ગુજરાત ચલાવતો હોવાની અને મિત્ર પાસેથી લીધેલા રૂપિયા પરત આપવા માટે એટીએમ તોડવાનો પ્લાન કરી આવ્યો હતો તેવી માહિતી મળી રહી છે.

વધુ વાંચો- રાજકોટના કાલાવડ રોડ પર અસામાજિક તત્વોનો આતંક વિડીયો મારફતે વાયરલ

વધુ વાંચો- 30 જૂન ‘‘વર્લ્ડ એસ્ટરોઇડ ડે” સૌરમંડળના અદભૂત તત્વ સમા લઘુગ્રહો (એસ્ટેરોઇડઝ)ની રસપ્રદ સફર

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...