Homeગુજરાતરાજકોટકાળઝાળ ગરમીમાં પંખીઓને રાહત આપવા રોજ ચબુતરે જઈ બરફ નાખે છે રાજકોટના...

કાળઝાળ ગરમીમાં પંખીઓને રાહત આપવા રોજ ચબુતરે જઈ બરફ નાખે છે રાજકોટના કૌશિકભાઈ

-

Rajkot City News Gujarati : ઉનાળાની કાળઝાળ ગરમીમાં Heat Wave ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે પશુ,પંખીની હાલત તો કેવી થતી હશે તે વિચારવું પણ મુશ્કેલ છે. ત્યારે રાજકોટના કૌશીકભાઈ કનારા મુંગા પંખીને ઉનાળાની ગરમીમાં રાહત આપવા માટે કાર્ય કરી રહ્યાં છે.

રાજકોટના કૌશીકભાઈ કનારા Kaushik Kanara ઉનાળામાં દરરોજ રેસકોર્ષ ખાતે આવેલા ચબુતરામાં પાણીના કુંડમાં બરફ નાખે છે. છેલ્લા 13 વર્ષથી કૌશીકભાઈ આ સદકાર્ય કરી રહ્યા છે. રેસકોર્ષમાં આવેલા ચબુતરામાં મોટી સંખ્યામાં કબુતર જોવા મળે છે. જેના કારણે ત્યાં પરિવાર સાથે લોકો ચણ નાખવા પણ આવતા હોય છે. પણ ઉનાળાની ગરમીમાં પંખી Birds નું શું એ વિશે લગભગ કોઈને વિચાર નહીં આવ્યો હોય. પણ કનુભાઈને 13 વર્ષ પહેલા આવો વિચાર આવતા તેમણે સિમેન્ટથી બનેલા પાણીના કુંડમાં બરફ ICE નાખવાનું શરૂ કર્યું હતું.

Rajkot City News- ગરમીમાં પંખીઓને રાહત માટે રોજ ચબુતરે જઈ બરફ નાખે છે કૌશિકભાઈ

રાજકોટના કનુભાઈ આ મામલે મીડિયાને જણાવે છે કે, ઉનાળાની સિઝનમાં આ કુંડમાં તેઓ શરૂઆતમાં 15-20 કિલો બરફ નાખતા હતા. પરંતુ બાદમાં વધુ બરફની જરૂર હોય તેવું જણાતા દરરોજ 60-80 કિલો સુધી બરફ ચબુતરામાં રહેલા પાણીના કુંડમાં નાખે છે. તેમને ઉનાળમાં પંખીઓ માટે પાણીમાં બરફ નાખી બાદમાં જ ભોજન કરતા હોવાનું પણ જણાવ્યું છે.

કનુભાઈની આ સરાહનીય સદકાર્યને રાજકોટમાં સૌ કોઈ અબોલ જીવદયા પ્રેમી Animal Lovers આવકારે છે. સાથે જ કનુભાઈની આ સેવા બદલ નગરજનો તેમના વખાણ કરતા જોવા મળે છે. ઈચ્છનીય છે કે આ પ્રકારે માનવ સમુદાય સાથે જ પશુ,પંખી ને પ્રાણીની સારસંભાળ પણ લેતા રહેવી જોઈએ.

Must Read