Homeગુજરાતરાજકોટરાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીના પેપરનું સીલ ખુલ્લું હોવાના આક્ષેપ, જૂઓ શું કહે...

રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીના પેપરનું સીલ ખુલ્લું હોવાના આક્ષેપ, જૂઓ શું કહે છે ઉમેદવાર

-

Rajkot City News રાજકોટ : આજરોજ પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ પણ કેટલીક ભરતીના પેપરલીક થવાને લઈ સવાલો ઉઠ્યા છે, તેમ અહિં પણ પેપરના સીલ ખુલ્લા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

આજરોજ રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ કેમ્પસમાં એ. કે. પાંધી લો કોલેજ [A K Pandhi Law Collage] સેન્ટર ખાતે પીજીવીસીએલ [PGVCL]ના વિદ્યુત સહાયક માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષા પેપરના સીલ ખુલ્લા હોવાના આરોપ કર્યો છે. પરીક્ષા આપવા માટે પહોંચેલા વિદ્યાર્થીઓમાંના 20 વિદ્યાર્થીઓના પેપરના પેકેટનું સીલ કથિત રીતે ખુલેલું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે પરીક્ષાર્થીઓ દ્વારા સેન્ટર પર જ રજૂઆત કરવામાં આવી હતી. પરીક્ષાર્થીના જણાવ્યા મુજબ હાજર સ્ટાફે તેમની રજૂઆતને પગલે તમામ 20 ઉમેદવારોની સહી લઈ કાગળ પર એક લખાણ તૈયાર કર્યું હતું. પરંતુ આ લખાણના ફોટો ઉમેદવારોને લેવા દેવામાં આવ્યો નહીં. સાથ જ જણાવી દેવાયું કે આ મામલે પીજીવીસીએલની વેબસાઈટ પર જઈ ફરિયાદ કરી દો.

રાજકોટમાં PGVCLની ભરતીના પેપરનું સીલ ખુલ્લું હોવાના આક્ષેપ – Rajkot City News

આ સમગ્ર ઘટના સામે આવતા પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ ગેરરીતીની ગંધ આવતી હોય તેમ સમગ્ર મામલે તપાસની માંગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉર્જા વિભાગ સહિતના વિભાગોની ભરતી પ્રક્રિયા પર સવાલો ઉઠી ચૂક્યા છે. સાથે જ કેટલીક ભરતી પરીક્ષાના પેપરલીક થવાના કારણે પરીક્ષાઓ પણ રદ્દ કરવી પડી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...