Homeગુજરાતરાજકોટએડવાન્સ પેમેન્ટની લ્હાય એ દર્દીનો જીવ લીધો, રાજકોટની હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ

એડવાન્સ પેમેન્ટની લ્હાય એ દર્દીનો જીવ લીધો, રાજકોટની હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ

-

Latest Rajkot City News Gujarati : કોરોનાની લહેરોમાં આપણે હોસ્પિટલો દ્વારા ચલાવાતી લૂંટના સમાચારો વાંચ્યા છે. અને આજે પણ જાણે હોસ્પિટલમાં સ્થિતી યથાવત છે તેમ જણાય છે. રાજકોટની એક હોસ્પિટલની માહિતી સામે આવી છે જેમાં હોસ્પિટલે માનવતા પણ નેવે મુકી હોય તેમ જણાય છે.

રાજકોટની બી.ટી. સવાણી હોસ્પિટલ B T Savani Kidney Hospital માં એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને સ્ટર્લિંગ હોસ્પિટલ Sterling Hospital Rajkot માંથી ખસેડી લવાયા હતા. દર્દીની હાલત ગંભીર હોય સાથે રહેલા પરિજનોએ બી.ટી. સવાણી હોસ્પિટલમાં તેમને દાખલ કરવા જણાવ્યું. પરંતુ જાણે બી.ટી. સવાણી હોસ્પિટલના સ્ટાફને ગંભીરતા સમજી દર્દીની સારવાર શરૂ કરવાને બદલે ફોર્મ અને પેમેન્ટમાં વધુ રસ હોય તેમ કથિત રીતે પહેલા એડવાન્સ પેમેન્ટની માંગણી કરાઈ હતી.

Rajkot City News/ એડવાન્સ પેમેન્ટની લ્હાયમાં દર્દીનો જીવ ગયો રાજકોટની હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ

બી.ટી. સવાણી હોસ્પિટલની આ કથિત બેદરકારીને કારણે દર્દીને જીવ ગુવાવવો પડ્યો છે. દર્દીના સગા ઝાકીરભાઈ એ આક્ષેપ કર્યો છે કે, દર્દીને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા પરંતુ કીડનીની વધુ સારવાર મેળવવા તેમને બી.ટી. સવાણી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા. તેઓ દર્દીની નાજુક હાલતને કારણે ICU એમ્બ્યુલન્સમાં લાવ્યા હતા. પરંતુ બીટી સવાણીના સ્ટાફે દર્દીને દાખલ કરવા એડવાન્સ 20 હજારની માંગણી કરી હતી.

દર્દી બહાર ગામના હોય રોકડા રૂપિયા સાથે ન હોય તેમણે હોસ્પિટલને ગુગલ પે અથવા પેટીએમ મારફતે પૈસા ચૂકવવા આજીજી કરી હતી. પરંતુ હોસ્પિટલ સ્ટાફે માત્ર બેંકના ખાતામાં જ પૈસા લેવાનું જણાવી તેમની સારવાર અટકાવી રાખી હતી. દર્દીના સગાએ બેંક મારફેત પૈસા ટ્રાન્સફર કરતા દર્દીને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમયમાં જ દર્દી એ દમ તોડી દિધો હતો.

ડોકટર દ્વારા દર્દીને મૃત જાહેર કરવામાં આવતા સગા સંબંધીઓ પડી ભાગ્યા હતા અને હોસ્પિટલ તંત્રએ રૂપિયાની લ્હાયમાં મોડી સારવાર આપી દર્દીનો જીવ ગુમાવાનો વારો આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ દર્દીના સગાને પહેલા પોસ્ટમોર્ટમ થશે પછી જ મૃતદેહ મળશે તેમ જણાવી દર્દીને હેરાન કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. બાદમાં આ મામલે આરોગ્ય વિભાગ અધિકારીને પણ દર્દીના સગાએ ટેલિફોનિક જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યો છે.

આજના ગુજરાતી સમાચાર વાંચો:

ગુજરાતની રાજકીય લેબોરેટરીથી પેદા થયેલા યુવા નેતાઓ ગરીબ, મધ્યમ અને પછાત વર્ગ માટે ખતરનાક સાબિત થશે

બોલો 200 પરીક્ષાર્થીના જવાબ એક સરખા ! આ યુનિવર્સિટીનું માસ કોપીકેસ કાંડ ઝળહળ્યું

યુવરાજસિંહ જાડેજાની ગર્જના, જેલ બહાર આવતા જ કરી આ મોટી જાહેરાત !

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...