Homeગુજરાતરાજકોટસટ્ટાકાંડને લીધે મહેશ આસોદરીયાનું રાજીનામું નક્કી, ભાજપના ખાચરીયાએ કરી સ્પષ્ટતા

સટ્ટાકાંડને લીધે મહેશ આસોદરીયાનું રાજીનામું નક્કી, ભાજપના ખાચરીયાએ કરી સ્પષ્ટતા

-

Breaking News Rajkot City : તાજેતરમાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે Rajkot Crime Branch ઓનલાઈન સટ્ટા મામલે બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓને ઓનલાઈન આઈ.ડી. મહેશ આસોદરીયા Mahesh Asodariya સહિત અન્ય બે આરોપી દ્વારા આપવામાં આવ્યાનું ખુલ્યું હતુ. રા.લો. સંઘમાં જિલ્લા બેંકના પ્રતિનિધિ મહેશ આસોદરીયા ભાજપના કેટલાક નેતાઓ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની નજીકના હોવાથી રાજકારણ ગરમાયું છે.

Rajkot City news/સટ્ટાકાંડને લીધે મહેશ આસોદરીયાનું રાજીનામું નક્કી ભાજપના ખાચરીયાની સ્પષ્ટતા

રાજકોટ પોલીસ Rajkot Police એ પ્રથમ તો આ મામલાની કલાકો વિતવા છતાં મહેશ આસોદરીયા કોણ તે મામલે સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ મહેશ આસોદરીયા મામલે અહેવાલ મારફતે ઘટસ્ફોટ કરવામાં આવતા રાજકારણ અને પોલીસ સફાળા દોડતા જોવા મળ્યા હતા. બળતામાં ઘી હોમાય તેમ સહકારી ક્ષેત્રે રાદડિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર હરિફ જૂથ પણ મેદાને આવી જતા ભાજપ BJP પર દબાણ સર્જાયું હતું. અને આખરે મહેશ આસોદરીયાના રાજીનામાની માંગણી ઉઠવા પામી હતી.

ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા ભાજપના મનસુખ ખાચરીયા એ મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મહેશ આસોદરીયાને જિલ્લા બેંક દ્વારા રા. લો. સંઘમાં ડિરિકેટર તરીકે પ્રતિનિધી તરીકે મુકવામાં આવ્યા છે. જેમાં ભાજપની કોઈ ભૂમિકા નથી અને, આવી ગેરકાયદેસર પ્રવૃતિ સટ્ટા Gambling સાથે જોડાયેલ હોવાની ફરિયાદ થતા પ્રદેશ ભાજપનું માર્ગદર્શન માંગેલું. જેમાં સ્પષ્ટ સુચના મળી હતી કે મહેશ આસોદરીયાનું રાજીનામુ લઈ લેવુ, જેથી આજકાલની અંદર રાજીનામુ લઈ લેવામાં આવશે. તેમને આ મામલે સુચના આપી દેવાઈ છે તેઓ રાજીનામું મોકલી આપશે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...