Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લામાં 40 જેટલી 108 વાન 24x7 સ્ટેન્ડટુ રહેશે.

રાજકોટ જિલ્લામાં 40 જેટલી 108 વાન 24×7 સ્ટેન્ડટુ રહેશે.

-

Rajkot City News – તહેવારો દરમ્યાન કોઈપણ ઇમર્જન્સીને પહોંચી વળવા 108 ની ટીમ સજ્જ, સામાન્ય દિવસો કરતા દિવાળીના ત્રણ દિવસના તહેવારોમાં કેસોમાં 27% જેટલા વધારો જોવા મળે છે….

• ગંભીર અકસ્માતો, તાવ, દાઝવા, હૃદયરોગ અને પ્રસુતિના કેસોમાં જોવા મળે છે વધારો
• ૨૪ કલાક સ્ટાફ સાથે ઓક્સિજન અને દવાનો પર્યાપ્ત સ્ટોક જરૂરિયાતને જોઈ વધારે રાખવામાં આવે છે

રાજકોટ(Rajkot City News) – ઈમરજન્સીમાં આરોગ્ય સંબંધી સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા 108 ઇમરજન્સી સેવા સદા મદદ માટે તત્પર રહેતી હોઈ છે.રાજકોટ જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી વિરલ ભટ્ટના જણાવ્યા મુજબ દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજના તહેવારોમાં સામાન્ય દિવસ કરતા અકસ્માત, વાયરલ તાવ, દાઝવાના બનાવો વધી જતા હોઈ છે. છેલ્લા પાંચ વર્ષના તહેવારોના આંકડા પરથી ખાસ ફોરકાસ્ટ ટેબલ તૈયાર કરી ૧૦૮ ની સર્વિસની જરૂરિયાતમાં કેટલા ગણો વધારો થશે તેનો અંદાજ લગાવી તે મુજબ આરોગ્ય ટીમ સુનિશ્ચિત કરવામાં આવે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot 108 Emergency team – પ્રતીકાત્મક તસવીર

સ્ટાફ રજા વગર ફરજ પર હાજર –

ફોરકાસ્ટ મુજબ ટ્રોમાના કેઈસ સામાન્ય દિવસના 20 થી 22 ની સામે દિવાળીના દિવસોમાં કેસ લગભગ બમણા એટલે કે 45 થી 55 જેટલા જોવા મળે છે. જેને લઈને રાજકોટ શહેરમાં 17 મળીને જિલ્લામાં 40 જેટલી 108 વાન 24 કલાક માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે. પાંચમ સુધી તમામ સ્ટાફ રજા વગર ફરજ પર હાજર રાખવામાં આવેલ હોવાનું વિરલભાઈ જણાવે છે. રોડ અકસ્માત, હૃદય રોગ, તાવ ,પ્રસૂતા મહિલાઓને ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ દ્વારા જ સારવાર સ્થળ પર મળી રહે તે માટે ઓક્સિજન, દવા સહિતનો વધારાનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો હોવાનું પણ વિરલભાઈ જણાવે છે.

માનવ ઝીંદગી બચાવવામાં મદદરૂપ બની –

સામાન્ય દિવસો કરતા કેઈસ વધવાના કારણ અંગે જણાવે છે કે, લોકો રજાના દિવસોમાં બહાર હરવા ફરવા જતા હોઈ અકસ્માત તેમજ ખોરાકના કારણે રોગો વધવાની સંભાવના વધી જતી હોઈ છે.
108 ની ટીમ સમયસર સ્થળ પર જઈ ગોલ્ડન ટાઈમમાં સતત મદદરૂપ બની અનેક માનવ ઝીંદગી બચાવવામાં મદદરૂપ બની રહી છે, ત્યારે દીપાવલી તહેવારો દરમ્યાન લોકોની આરોગ્ય સંબંધી સેવાઓ જળવાઈ રહે તે માટે ટીમ 108 સજ્જ છે.

Must Read