Homeગુજરાતરાજકોટરાજકોટ RMCના વિવિધ 769 આવાસ માટે આ રીતે ઓનલાઈન/ઓફલાઈન ફોર્મ ભરી શકાશે...

રાજકોટ RMCના વિવિધ 769 આવાસ માટે આ રીતે ઓનલાઈન/ઓફલાઈન ફોર્મ ભરી શકાશે         

-

Rajkot City Gujarati News : રાજકોટ મહાનગરપાલિકા RMC ના મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા MIG – ૧૨૬૮ આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. આ આવાસ Avas Yojana ની કિંમત રૂ. ૨૪ લાખ રાખવામાં આવેલ. આ MIG આવાસના ફોર્મ સ્થાનિક પરિસ્થિતિ તથા કોવિડ-૧૯ ના કારણે લોકો દ્વારા ૨૪ લાખ પ્રતિ આવાસની કિંમતથી ખરીદવા માટે યોગ્ય પ્રતિસાદ મળેલ ન હતો.

જેને ધ્યાનમાં રાખી ગત તા.૦૭/૦૩/૨૦૨૨ના રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રતિ આવાસની કિંમત રૂ. ૧૮ લાખ રાખવાનું મંજુર કરવામાં આવેલ છે અને રૂ. ૬ લાખ જેટલો ઘટાડો કરવામાં આવેલ છે. આ નિર્ણય બાદ MIG પ્રકારના ૧૨૬૮ આવાસો Aavas પૈકી હાલ ખાલી રહેલ ૭૬૯ આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર્મ વિતરણ આગામી તા.૨૧/૦૪/૨૦૨૨ થી ૧૬/૦૫/૨૦૨૨ સુધી મેળવી શકાશે અને પરત કરી શકાશે.

આવાસ યોજનાના ફોર્મ Avas yojana form 2022 શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર Civic Centre Rajkot મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.૧૦૦ રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.૫૦ આપવાની રહેશે.

• MIGનાં આવાસની કિંમત રૂ.૧૮ લાખ અને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.
• કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

MIG પ્રકારના આવાસમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાની WWW.RMC.GOV.IN  વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.  

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...