Homeગુજરાતરાજકોટજાહેરમાં ક્રિકેટનો જુગાર ઝડપી પાડતી રાજકોટ પેરોલ ફર્લો સ્કવૉડ, 5 વિરૂધ્ધ કાર્યવાહી

જાહેરમાં ક્રિકેટનો જુગાર ઝડપી પાડતી રાજકોટ પેરોલ ફર્લો સ્કવૉડ, 5 વિરૂધ્ધ કાર્યવાહી

-

Rajkot City Crime News : રાજ્યમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચની સિઝન સાથે સટ્ટોડિયાઓની પણ સીઝન ચાલી રહી છે. ત્યારે આ સીઝન સટ્ટોડિયાઓ માટે ભારે સાબિત થઈ રહી છે. ક્રિકેટ મેચ પર ચાલતા સટ્ટાને નાથવાનો પોલીસ સામે પડકાર છે. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ આ કેટલાક મોટા નેટવર્ક ઝડપાયા બાદ આશા જાગી છે કે, આ ગોરખધંધો કાબુમાં આવશે. સટ્ટા-જુગાર મામલે જાણે હવે સ્થાનિક પોલીસ સફાળી જાગી હોય તેમ વિસ્તારને મોનિટરિંગ સેલ પહોંચે તે પહેલા સ્વચ્છ કરી રહી છે. ત્યારે ગતરોજ શુક્રવારે રાજકોટ શહેર પોલીસ વિસ્તારમાં તો પેરોલ ફર્લો સ્ક્વૉડે પણ જાહેરમાં ચાલતો IPLની મેચ પર રમાતો જુગાર ઝડપી પાડ્યો હતો.   

રાજકોટ શહેરના ઉપલાકાંઠે સંત કબીર રોડ પર આવેલી શક્તિ ટી સ્ટોલ સામે પોલીસે 3 આરોપીને જાહેરમાં ક્રિકેટ મેચનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ગતરોજ 15 એપ્રિલ શુક્રવારના રોજ રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્ક્વૉડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે સંત કબીર રોડ પર આવેલી શક્તિ ટી સ્ટોલની સામે તપાસ કરતા જુગાર રમતા આરોપી ઝડપાયા હતા. પોલીસ ફરિયાદ અનુસાર ઝડપાયેલા 3 આરોપીઓ IPL ક્રિકેટ મેચમાં ક્રિકેટ ટીમના ખેલાડીઓ પસંદ કરી રનફેરના સો રૂપિયાથી જુગાર રમતા હતા.

જાહેરમાં ક્રિકેટનો જુગાર ઝડપી પાડતી રાજકોટ પેરોલ ફર્લો સ્કવૉડ- Rajkot City Crime News

Rajkot City Crime news parole fourlough squod caught cricekt gambling gujarati news latest
ઝડપાયેલા આરોપીઓ

રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં રહેતા આરોપીઓ રવિ ઉર્ફ દુગો ડોડીયા, કપુર મછોયા અને જાનુ ઈબવાણીને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે શખ્સો સન્ની ડોડીયા અને પીન્ટો સરવૈયા પણ આ જુગારમાં સામેલ હોવાની માહિતી પોલીસને ઝડપાયેલા આરોપીએ આપી હતી. આમ પોલીસે કુલ 5 શખ્સો વિરૂધ્ધ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Must Read