Homeગુજરાતરાજકોટગોવામાં મળેલા રાજુ પાસેથી રાજકોટના મહેશ આસોદરીયાએ મેળવી હતી આટલા રૂપિયાની ID:...

ગોવામાં મળેલા રાજુ પાસેથી રાજકોટના મહેશ આસોદરીયાએ મેળવી હતી આટલા રૂપિયાની ID: ઓનલાઈન સટ્ટા કેસ

-

દેવલ જાદવ Deval Jadav રાજકોટ : રાજકોટમાં ગત 10 એપ્રિલના રોજ ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયો હતો. જેમાં આરોપીઓએ કેફિયત આપી હતી કે તેમને આઈડી. મહેશ આસોદરીયા, હિમાંશુ પટેલ અને અજય મીઠિયા પાસેથી મેળવ્યા હતા. જે મામલે મહેશ આસોદરીયા રા.લો.સંઘના પ્રતિનિધિ હોવાનું ખુલતા ચકચાર મચી હતી. આ મામલે ગતરોજ બુધવારે આસોદરીયાની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં આસોદરીયા માત્ર વચેટીયા હોવાનું ખુલ્યું છે.

તપાસમાં લેવાશે FSL ની મદદ

ગઈકાલે બુધવારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહેશ આસોદરીયાનું નામ ઓનલાઈન સટ્ટા કેસમાં ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મોબાઈલ સહિતના મુદ્દામાલને કબ્જે લઈ FSL ને તપાસ માટે મોકલી આપ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસની તપાસમાં ખુદ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ પણ નજર રાખી રહ્યાં છે. જેના કારણે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવા મોબાઈલનું પૃથ્થકરણ કરવા માટે મોકલવામાં આવશે.

Rajkot News/ ગોવામાં મળેલા રાજુ પાસેથી આસોદરીયાએ મેળવી હતી ID: ઓનલાઈન સટ્ટા કેસ

કેવી રીતે મેળવી હતી ID ?

મહેશ આસોદરીયાની ધરપકડ અને તપાસ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે.વી. ધોળા સાથે આ મામલે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે, મહેશ આસોદરીયાએ આ આઈડી સુરતના રાજુ નામના શખ્સ પાસેથી મેળવી હતી. રાજુ અને મહેશ આસોદરીયાની મુલાકાત ગોવા ખાતે થઈ હતી અને વોટ્સએપ પર આઈડીની આપલે થઈ હતી. 50 હજારમાં ખરીદેલી આ ઓનલાઈન જુગાર રમવાની આઈડી તેને આરોપીને આપી હતી. જ્યારે અન્ય ઓનલાઈન આઈડી હિમાંશુ અને અજય દ્વારા અપાઈ હતી.

કેવી રીતે થયો નાણાનો વ્યવહાર ?

આમ હાલ પોલીસની તપાસ પરથી સહકારી આગેવાન મહેશ આસોદરીયા ઓનલાઈન જુગાર રમાડતા ન હતા પરંતુ તેઓ આઈડી આપવામાં વચેટીયાની ભૂમિકામાં હતા તેવું જણાય છે. આઈડી આપનાર રાજુને મહેશ આસોદરીયા દ્વારા રોકડા પૈસાનો વ્યવહાર કર્યાનું પણ પી.આઈ. ધોળા જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ આસોદરીયા રાજકોટ લોધીકા સહકારી સંઘમાં જિલ્લા બેન્કના પ્રતિનિધિ પદ તાજેતરમાં જ નિયુક્ત થયા હતા. સાથે જ તેઓ ભાજપના મોટા ગજાના નેતાઓ સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવે છે. પરંતુ ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં તેમના પર આરોપો થતા તેમને પદ પરથી હટાવી દેવાયા છે.

Read More Gujarati News:

યાદ રાખો પાર્ટીથી મોટું કોઈ નથી, હાર્દિકના નિવેદન બાદ રઘુ શર્મા: કોંગ્રેસમાં ઘમાસાણ

ગૌ તસ્કરીના આરોપીની કરોડોની સંપત્તિ જપ્ત, માફિયાઓ પર યોગી સરકાની તવાઈ: UP

હિંમતનગર, ખંભાત મામલે ઔવેસીએ આવું કહ્યું, વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ

RSS ના વડાએ કહ્યું ક્યારે બનશે અખંડ ભારત, જે રસ્તામાં આવશે તે જશે: હરિદ્વાર

ક્રિકેટ સટ્ટા બાદ ઓનલાઈન વરલી મટકા ઝડપાયા, DCP પાર્થરાજસિંહ એકશનમાં: રાજકોટ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....