Homeગુજરાતરાજકોટસરાજાહેર હત્યા: રાજકોટમાં પારિવારીક ઝઘડામાં ફાયરિંગ કરી નિર્દોષની હત્યા થતા ચકચાર

સરાજાહેર હત્યા: રાજકોટમાં પારિવારીક ઝઘડામાં ફાયરિંગ કરી નિર્દોષની હત્યા થતા ચકચાર

-

Rajkot City news Gujarati: રાજકોટ : રાજકોટ શહેરમાં ફાયરિંગ કરી હત્યા થયાની ઘટના સામે આવી છે. શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુર પાસે બનેલી આ ઘટનામાં મૃતકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેમાં પારિવારિક ઝઘડા દરમિયાન એક નિર્દોષ વ્યક્તીનો ભોગ લેવાયો ગયો છે.

ગઈકાલે તારીખ 18ની મોડી રાત્રીના સમયે રાજકોટના સાંઢિયા પુર પાસે પારિવારીક ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરી હત્યા કર્યાની ઘટના નોંધાઈ  છે. આરોપીએ જાહેર માર્ગ પલ ખુલ્લેઆમ રિક્ષામાં સવાર સુભાષ દાતીને મોતને ઘાટ ઉતારી ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાનો આરોપી અજિલ આર્મીમેન હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટના એ પ્રકારે છે કે, જામનગર રોડ પર સ્થીત બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન અજિલ ખોખર અને તેના પત્નીના પારિવારિક ઝઘડા ચાલતા હતા. આ ઝઘડામાં આર્મીમેન અજીલ અને તેનો ભાઈ અર્શીલ પત્ની સાનીયાના મામાના ઘર કે જે રેલનગર વિસ્તારમાં આવે છે ત્યાં પહોંચી તોડફોડ કરી હતી. રેલનગરમાંથી તોડફોડ કરી પરત ફરતી વખતે જામનગર રોડ પર આવેલા સાઢિંયા પુર પાસે પણ તેમણે બબાલ કરી હતી.

Rajkot city crime news : રાજકોટમાં પારિવારીક ઝઘડામાં ફાયરિંગ કરી નિર્દોષની હત્યા

આરોપીઓ દ્વારા સાંઢિયા પુલનજીક ચાલી રહેલી બબાલમાં જીએસટી કર્મચારી સુભાષ દાતીએ વચ્ચે પડી બંને પક્ષને છુટાપડાવવા પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગિન્નાયેલા આરોપી અજીલે ફાયરીંગ કરી તેમની હત્યા કરી નાખી હતી. આમ એક પારિવારીક ઝઘડામાં નિર્દોષનો ભોગ લેવાઈ ગયો હતો.

આ મામલે પોલીસે 3 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં 3 રાઉન્ડ ફાયર કરવા અને રિક્ષાને ઉંધી પાડી દઈ જાહેર રોડ પર આતંક મચાવવાની વાત શહેરીજનો દ્વારા થઈ રહી છે. પોલીસે આર્મીમેન સહિત 3ને તાત્કાલીક પહોંચી ઘટના સ્થળેથી જ ઝડપી પાડ્યા હતા. સાથ પોલીસે આર્મીમે પાસે રહેલી રાયફલ 315 પણ કબ્જે કરી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....