Homeગુજરાતરાજકોટભેજાભાજ ડ્રગ પેડલરે ચપ્પલની અંદર માલ છુપાવ્યો પણ પોલીસે શોધી લીધો: રાજકોટ

ભેજાભાજ ડ્રગ પેડલરે ચપ્પલની અંદર માલ છુપાવ્યો પણ પોલીસે શોધી લીધો: રાજકોટ

-

Rajkot City Crime News : ભેજાભાજ ડ્રગ પેડલરે ચપ્પલની અંદર માલ છુપાવ્યો પણ પોલીસે શોધી લીધો: રાજકોટ. સમગ્ર ગુજરાતમાં જાણે નશાના કારોબારે પગપેસારો કર્યો હોય તેમ ડ્રગ્સ પેડલર Drug Peddler ઝડપાઈ રહ્યાં છે. ગઈકાલે અમદાવાદના પોશ એરિયા બાદ આજે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાંથી ડ્રગ પેડલર ઝડપાયો છે. નશાના કારોબારીઓ દ્વારા વિવિધ કિમીયા કરી ડ્રગ્સની હેરફેર કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેર પોલીસની Rajkot City Police સતર્કતાએ ડ્રગ પેડલરનો એકદમ નવો કિમીયો નાકામ કર્યો છે.

ગુનાની સમગ્ર વિગત એવી છે કે, પોલીસને રામનાથ પરાના વસીમ મુલતાણી દ્વારા ડ્રગ હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. એસ.ઓ.જી.ને બાતમી મળતા વોચ ગોઠવવાની શરૂઆત કરી હતી. દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી કે રામનાથપરા શેરી નંબર 8માં આવેલી જાની અનાજ ભંડાર સામે એક શખ્સ ડ્રગ સાથે ઉભો છે. પોલીસે વસીમ મુલતાણી નામના શખ્સને અટકાવી તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ હતી. ગુપ્ત રીતે શહેરમાં ભેજાબાજ ડ્રગ પેડલર પણ ઝડપાવા લાગલા ચર્ચા શરૂ થઈ હતી કે, શહેર પોલીસના ડી.સી.પી. ક્રાઈમ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની નિયુક્તી બાદ ડ્ર્ગ પર વધુ કડક સકંજો કશાવાની શરૂઆત થતી જણાય રહી છે.

5,49,250ના હેરોઈ અને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી વસીમે પોલીસથી બચવા માટે નવી જ તરકીબ અજમાવી હતી. આરોપીએ ડ્રગની હેરફેર કરવા માટે ચપ્પલને વચ્ચેથી ચીરી તેમાં ડ્રગ ભર્યું હતું.

અગાઉ પણ 5 ગુના કરી પોલીસ ચોપડે નોંધાયેલો આરોપી વસીમ ફરી પોલીસને હાથ લાગ્યો છે. આરોપી પાસેથી રાજકોટ પોલીસને 16,650 રૂપિયાનો 3.330 ગ્રામ હેરોઈન, 5.27 લાખ રૂપિયાનો 52.400 ગ્રામ મેફેડ્રોનનો જથ્યો ઝડપ્યો હતો. પોલીસે કુલ 5 લાખ 49 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

આરોપી આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો છે તે મામલે પોલીસે તપાસ આદરી હતી. રાજકોટ શહેર પોલીસના DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા મીડિયાને જણાવાયું છે કે, SOG ને આ મામલે બાતમી મળતા આરોપી યુવાન વસીને પોલીસે સર્વેલન્સમા રાખ્યો હતો. બાદમાં તેની પાસેથી અન્ય રાજ્યમાંથી ડ્રગ્સ આવ્યું હોવાની પાકી બાતમી મળતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન અરોપી પાસેથી ચપ્પલની અંદર ઘુસાડેલું એમ.ડી. ડ્રગ મળી આવ્યુ હતુ. પોલીસને આરોપી પાસે થી જે એમ.ડી ડ્રગ ઝડપી પાડ્યું  છે તેની કિંમત પ્રતિગ્રામ રૂપિયા 10,000 છે.

સાથે જ ડીસીપી પાર્થરાજસિંહે જણાવ્યું હતું કે, હાલ વિવિધ સ્કૂલ-કોલેજમાં ડ્રગ વેચાતુ હોય છે, તેને અટકાવવા અને નશાના કારોબારીના નેટવર્કને નેસ્તોનાબૂદ કરવા માટે પોલીસે સક્રિય થઈ ઝુંબેશ હાથ ધરી છે. વધુમાં તેમણે શહેરીજનોને જણાવ્યું હતું કે, પોલીસને આ નશાના કારોબાર સહિતની કોઈ પણ માહિતી નાગરિકો હેલ્પલાઈન નંબર પર આપી શકે છે, પોલીસ તે વિગતોને આધારે કાર્યવાહી કરશે.

Must Read