36 C
Ahmedabad

રાજકોટમાં વર્ચ્યુઅલી ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમનું ઉદ્ઘાટન કરતા અમિત શાહ

Published:

Rajkot City News Gujarati રાજકોટ : રાજકોટના જામનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટર ખાતે આધુનિક સવિધાથી સજ્જ ક્રાઈમ બ્રાન્ચ Rajkot Crime Branch અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બંને નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ પોલીસ હેડક્વાર્ટર [Rajkot Police Headquarter] ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમના પોલીસ સ્ટેશન [Cyber Crime Police Station]નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજરોજ તારીખ 29 મેના રોજ બંને નિર્માણ પાસેલા ભવનનું વર્ચ્યુઅલી ઉદઘાટન [Virtual inauguration] કર્યું હતું.

રૂપિયા 3.95 કરોડના ખર્ચે રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચનું પોલીસ સ્ટેશન તેમજ રૂપિયા 4 કરોડના ખર્ચે સાયબર ક્રાઇમનું પોલીસ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત ક્રાઈમ બ્રાન્ચની ઈમારતમાં ખાસ સ્પેશિયલ ઇન્ટ્રોગેશન રૂમ રૂપિયા 11.46 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

સાથે જ પોલીસ કર્મચારીઓ માટે નવા આવાસ ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે. રૂપિયા 14.99 કરોડના ખર્ચે 160 કરતા વધારે ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ, ASI અને PSIને પોલીસ ક્વાર્ટરની ફાળવણી કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને અરવિંદ રૈયાણી અને ભાજપના નેતાઓના હસ્તે આ ક્વાર્ટરની ચાવી આપવામાં આવી હતી.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમનું ઉદ્ઘાટન કરતા અમિત શાહ -Rajkot City News Gujarati

નવા નિર્માણ થયેલા ક્રાઈમ બ્રાન્ચની ઈમારત કુલ 2733.95 ચોરસ મિટરમાં નિર્માણ થયું છે. જ્યારે સાયબર ક્રાઈમની ઈમારત 2761 ચોરસ મીટર જગ્યા પર નિર્માણ થયું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ડિવાઇસથી ડિજીટલ રીતે ડેટા લઇ શકાય તે માટે એનાલિસિસ સોફ્ટવેરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ ફોરેન્સિક ટુલ્સ રૂમ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યો છે.

Related articles

Recent articles