Sunday, May 15, 2022

સરેઆમ ઘાતક હથિયારો સાથે ગુંડા તત્વોનો આતંક, રંગીલુ રાજકોટ કે ગુનાનો ગઢ ?

Rajkot City Crime news in Gujarati : રાજકોટમાં છાસવારે જાહેરમાં માથાભારે શખ્સોના આતંક ફેલાવવાના અહેવાલ સામાન્ય બનતા હોય તેમ જણાય છે. ગઈકાલે રાજકોટના વાવડી પાસેની એક સોસાયટીમાં તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે ગુંડા તત્વોના આતંકની ઘટના સામે આવી હતી. ત્યારે બીજીતરફ એક શખ્સ હવામાં ગોળીબાર (Firing) કરી જાહેરમાં શક્તિ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. આ ગુંડા તત્વો બેફામ બનવા પાછળનું કારણ રાજકિય પીઠબળ હોવાની ચર્ચા નગરજનોમાં જાગી છે.

જૂઓ વીડિયો રાજકોટની આ હાલત ? ગુંડા તત્વોના હથિયાર સાથે જાહેરમાં દંગલ

Rajkot Crime News સરેઆમ ઘાતક હથિયારો સાથે ગુંડાઓનો આતંક

રાજકોટ શહેરની કાલાવાડ રોડ પર આવેલી એક વિખ્યાત હોટલ પાસે ગઈકાલે ફાઈરિંગની ઘટના સામે આવી હતી. ફોર્ચ્યુનર કાર પાસે ઉભા રહી રમેશ ખિમાણીયા નામનો શખ્સ હવામાં ગોળીબાર કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો કથિત વીડિયો મીડિયા સમક્ષ આવતા પોલીસની આકરી ટીકા શરૂ થઈ હતી. બાદમાં પોલીસ તંત્ર હરકતા આવ્યાના અહેવાલો મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં પણ એક શખ્સે ગોળીબાર કર્યાની ઘટના નોંધાઈ હતી. ત્યારે ગઈકાલે શહેરમાં સરેઆમ હથિયારો સાથે ગુંડાના આતંકની ઘટના પણ નોંધાઈ હતી. ઉપરાંત આ ફાયરિંગની ઘટના નોંધાતા નગરજનો પોલીસની કામગીરી પર સવાલ પેદા કરી રહ્યા છે.

હવામાં ફાયરિંગ કરી જાહેરમાં આતંક ફેલાવતા શખ્સ વિરૂધ્ધ પોલીસ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. ત્યારે અહેવાલ મળી રહ્યાં છે કે આરોપીની શોધખોળ કરતી પોલીસને આરોપી મળતો નથી. જેથી નગરજનો પોલીસ પર ઉંચા રાજકિય દબાણ હોવાથી મામલો ઠંડો કરશે તેવી ચર્ચા કરી રહ્યા છે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...