Homeગુજરાતરાજકોટરાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PSI ભાવના કડછા સહિત 5 સસ્પેન્ડ, દારૂકાંડ બાદ કડક...

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PSI ભાવના કડછા સહિત 5 સસ્પેન્ડ, દારૂકાંડ બાદ કડક પગલા

-

Deval Jadav Rajkot news :ગતરોજ 18 એપ્રિલના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ 3 હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ પર સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. જેમાં આરોપ છે કે પોલીસ કર્મીઓ ગેરકાયદેસર રીત અપહરણ કરી સાયલાથી દારૂનું કન્ટેનર ભરેલી ટ્રક રાજકોટ લાવ્યા હતા. આ મામલે ઝડપાયેલા ચારેય પોલીસ કર્મી સાથે તેમના મહિલા પી.એસ.આઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાના અહેવાલ મળી રહ્યા છે.

સમગ્ર ઘટના એવી છે કે, ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્ટસ્ટેબલ દેવા ધરજીયા, હેડ કોન્ટસ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂનું કન્ટેનર ભરેલા ટ્રક સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જે મામલે અહેવાલ મળી રહ્યાં છે કે, આજરોજ મહિલા પી.એસ.આઈ. ભાવના કડછા સહિત 3 હેડ કોન્સ્ટેબલ એક કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Rajkot News: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PSI ભાવના કડછા સહિત 5 સસ્પેન્ડ

આ મામલે પત્રકાર સાથે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે.વી. ધોળા સાથે વાત કરતા તેમણે તમામને સસ્પેન્ડ કર્યા હોવાની વાતને સમર્થન આપ્યું છે. કથિત ઘટનામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આરોપીઓની સાયલા પોલીસે અટકાયત કરેલી છે. હાલ સાયલા પોલીસે આરોપી પોલીસ કર્મીઓ સાથે રહેલો બુટલેગરને ઝડપવા પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...