Homeગુજરાતરાજકોટજુઓ Rajkot સિટીબસ ચાલકની દાદાગીરીનો Viral Video

જુઓ Rajkot સિટીબસ ચાલકની દાદાગીરીનો Viral Video

-

રાજકોટ સિટીબસ ડ્રાઈવરનો વાયરલ વીડિયોમાં સિટીબસ ચાલકે વૃદ્ધને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી આ બનાવને લઈને લોકોમાં રોષનો માહોલ છે. સાથેજ આવું શા માટે તેણે કર્યું તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટમાં કાયદો હાથમાં લેતા હવે કોઈ અચકાતા નથી તેવું લાગી રહ્યું છે, કેમકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સીટી બસ ડ્રાઈવર બેફામ બન્યો હતો અને તે સામાન્ય બાબતમાં કોઈપણ જાતના ડર વગર માણસને મારતા અચકાતો નથી.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા અંડરબ્રિજ પાસે બનેલી ઘટના છે, રાજકોટ મહાનગરપાલિકાની ચાલતી સિટીબસ સાથે રિક્ષા ઘસાતા તેના પિતાની ઉમરના રિક્ષા ચલાકેને ડ્રાઈવરે જેમકે તેને કાયદાની કોઈપણ જાતની બીકના હોઈ તેવી રીતે જાહેરમાં માર મારવા લાગ્યો હતો.

Rajkot સિટીબસ ચાલકની દાદાગીરીનો Viral Video

રીક્ષા સાથે બસ ઘસાવા જેવી સામાન્ય બાબતમાં પોતે રોપ જમાવતો તેવી રીતે માર મારવા લાગ્યો હતો અને આ દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ કહ્યું કે હવે શું ગુજરાતમાં હવે બિહાર અને યુપી જેવા દિવસો જોવા મળશે. વૃદ્ધને ઢોર મારનો વિડીયો જોઈ તંત્ર હરકતમાં આવ્યુ અને સમગ્ર ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા.

કારણ માત્ર રીક્ષા સાથે બસ ઘસાઈ
રીક્ષા સાથે બસ ઘસાઈ જેથી બસચાલકો રોષે ભરાયા હતા અને પછી કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે બસસ્ટોપ પાસેના વીડિયોમાં તમે જોઈ શકો છો. જેમાં સિટી બસ ચાલકોની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. પિતાતુલ્ય વૃદ્ધને સિટી બસ ચાલકોએ રસ્તા પર ઢોર માર મારવા લાગ્યા હતા કારણ એટલુકે અન્ડર બ્રિજ નજીક રિક્ષા બસ સાથે ઘસાઈ અને પછી બસ સિટીબસના કર્મચારીઓ રોષે ભરાઈ ગયા અને વૃદ્ધા મારવા લાગ્યા.

કડક પગલા લેવાશે – મ્યુનિ. કમિશનર
રિક્ષા ચાલકને માર મારવાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકોટ પાલિકાએ એક્શન લીધા હતા અને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યુંકે અમે એજન્સી સાથે વાત કરીશું અને તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમિત અરોરાએ કહ્યુંકે વીડિયો મને મળ્યો છે તેમાં મારામારીના દ્રશ્યો દેખાય છે અને સમગ્ર મામલો જાણીને તેમાં જે પણ કર્મચારીઓ સામેલ હશે તેમની સામે કડકમાં કડક પગલા લેવાશે અને આવી રીતે ગેરવર્તણુક કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....