Rajkot News Update : રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની સિટી બસ (Rajkot City Bus)ના ડ્રાઈવરે છેડતી કરવાની ઘટના સામે આવી છે. ડ્રાઈવર દ્વારા છેડતી કરવામાં આવતા યુવતી રોષે ભરાઈ હતી અને જાહેરમાં ડ્રાઈવરને તમાચા ઝીંક્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ Video Viral થઇ રહ્યો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, છેડતી કરનાર ડ્રાઈવર રૂમાલથી પોતાનો ચહેરો છુપાવી રહ્યો છે. યુવતી અત્યંત રોષે ભરાઈને ડ્રાઈવરને બેફામ ગાળો ભાંડીને તેને તમાચા મારવા દોડે છે. જોકે તે સમયે ડ્રાઈવરની સાથે રહેલા કંડક્ટરે ડ્રાઈવરને બચાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. પરંતુ રોષે ભરાયેલી યુવતીએ તેની પાસે જઇને ઉપરાછાપરી તમાચા ઝીંક્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલ આ ઘટના સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
વધુ વાંચો- રાજકોટ RMCની સામાન્ય સભામાં વિપક્ષના કોર્પોરેટરે ખાડાના વિડીયો બતાવીને વિરોધ કર્યો
રાજકોટ સિટી બસના ડ્રાઈવર અનેકવાર તેમની બેદરકારીના કારણે પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે. 8 માહિના અગાઉ શહેરના માલવિયા ચોક ખાતે સવારના સમયે સિટી બસચાલક દ્વારા બાઈકચાલક વૃધ્ધને ફડાકા ઝીંકીને બેફામ માર મારવામાં આવ્યો હતો તેમજ રસ્તા વચ્ચે બસ ઉભી રાખીને ટ્રાફિકજામ કરીને જાહેરમાં લુખ્ખાગીરી કરીને રોફ જમાવ્યો હતો. જો કે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.