Homeરાજકારણમોટા સમાચાર/ ઈન્દ્રનીલ સાથે બે કોર્પોરેટર AAP માં જતા RMC માં કોંગ્રેસ...

મોટા સમાચાર/ ઈન્દ્રનીલ સાથે બે કોર્પોરેટર AAP માં જતા RMC માં કોંગ્રેસ સફાયા તરફ

-

Rajkot City News Gujarati : રાજકોટના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ કોંગ્રેસ Congress છોડશે તેવી અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. ત્યારે આજરોજ તેમણે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી AAP કાર્યાલય ખાતે આપ નો ખેસ ધારણ કર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે તેમ કહી શકાય.

Rajkot City News/ ઈન્દ્રનીલ સાથે બે કોર્પોરેટર AAP માં જતા RMC માં કોંગ્રેસ સફાયા તરફ

આજરોજ અમદાવાદ ખાતે રાજકોટના પૂર્વ ધારાસભ્ય આપના નેતા ઈશુદાન સાથે મુલાકાત કરી આમ આદમી પાર્ટી AAP સાથે જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય રાજ્યગુરૂ સાથે રાજકોટના કોર્પોરેશનના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર વશરામ સાગઠીયા પણ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે.

મહત્વની વાત છે કે રાજકોટ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 4 ઉમેદવારો ચૂંટાયા હતા. ત્યારે હવે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. સાથે જ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કોમલબેન ભારા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

પરિણામે કોંગ્રસનો રાજકોટ મહાનગરપાલિકામાં સફાયો થયો છે તેમ કહી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના નરેશ પટેલ રાજકારણમાં આવશે કે કેમ તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે ઈન્દ્રનીલનું પગલું આમ આદમી તરફ આગળ વધતા રાજકીય ગલીયારામાં તર્ક વિતર્ક સર્જાયા છે.

તાજા સમાચાર રાજકોટના:

ક્રિકેટ સટ્ટા મામલે રા. લો. સંઘના પ્રતિનિધિ મહેશ આસોદરીયાની ધરપકડ: રાજકોટ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....