Homeગુજરાતરાજકોટવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૨ સંદર્ભે રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે યોજાય બેઠક

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૨ સંદર્ભે રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે યોજાય બેઠક

-

મહત્તમ ઉદ્યોગકારોને આ સમિટમાં ભાગ લેવાનો અનુરોધ કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી – Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22

Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22
Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22

રાજકોટ તા. ૧૦ ડિસેમ્બર આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૨ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ સંદર્ભે રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોદીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઇ હતી. Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22

Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22
Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22

     વાઇબ્રન્ટ સમિટ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા મોરીએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉપસ્થિત ઉદ્યોગકારો સમક્ષ રજૂ કરી હતી, અને આ સમિટમાં ઔદ્યોગિક ક્ષેત્રના વધુ ને વધુ અગ્રણીઓ સામેલ થાય તે માટે રાજકોટ જિલ્લાના ઉદ્યોગપતિઓને અનુરોધ કર્યો હતો. વિદેશના ઉદ્યોગોને આકર્ષવા માટે રાજ્ય સરકારની ઔદ્યોગિક પ્રોત્સાહક નીતિ અંગે મોરીએ આ બેઠકમાં પ્રકાશ પાડ્યો હતો અને સિંગલ વિન્ડો સિસ્ટમ, ડિજિટલ લેન્ડ બેંક, ડેડીકેટેડ કન્ટ્રી ડેસ્ક, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રોડ શો વગેરે અંગે વિસ્તૃત માહિતી આપી હતી રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર વાઈબ્રન્ટ સમિટની થઈ રહેલી પ્રચાર પ્રસારની કામગીરી ને પણ આ બેઠકમાં સાંકળી લેવામાં આવી હતી અને ૧૦-૧૧ -૧૨ જાન્યુઆરી-૨૦૨૨ દરમ્યાન યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી.

Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22
Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22

ગ્રીન ઈકોનોમી, એગ્રીકલ્ચર સેક્ટર, હાઈડ્રોજન મિશન, રિન્યુએબલ એનર્જી, કન્ટ્રી એન્ડ સ્ટેટ સેમિનાર, ટેકનિકલ સમિટ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વગેરે બાબતો વિશે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સમિટમાં સામેલ થવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા અંગે પણ આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22
Rajkot businessmen Meeting regarding Vibrant Gujarat Global Summit 22

     કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો તથા સુક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગોના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો – ઓમિક્રોનની સંભવિત લહેર સામે તંત્ર સજ્જ, સિવિલમાં આઈ.સી.યુ. માં ૪૨ બેડની વ્યવસ્થા

Must Read