Homeગુજરાતરાજકોટઈટાલી જશે ‘અંબા’, કલેકટર, કમિશનર અને મુખ્યમંત્રીએ કરી હતી પ્રાર્થના: રાજકોટ

ઈટાલી જશે ‘અંબા’, કલેકટર, કમિશનર અને મુખ્યમંત્રીએ કરી હતી પ્રાર્થના: રાજકોટ

-

Rajkot’s Daughter Amba: જ્યારે એક બાળકને પરિવાર દ્વારા તરછોડવામાં આવે છે ત્યારે બાળકના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ સર્જાતો હોય છે. પરંતુ રાજકોટમાં (Rajkot) જન્મના થોડા વખતમાં જ ત્યજી દેવાયેલી ‘અંબા’ ના તો જીવન પર જ પ્રશ્નાર્થ સર્જાયો હતો.

તાજી જ જન્મેલી અંબા ના (Amba) કુમળા શરીર પર 20 હથીયારના ઘા હોય તો સ્વાભાવિક છે કે અંબા ના જીવ ને લઈ ચિંતા થાય જ. પણ આ તો અંબા હતી, તેની ચિંતા તેની માતાને ભલે ન થઈ પણ તેની ચિંતા સૃષ્ટીના રચયીતાને તો થવાની હતી. અને તેવું જ થયું કુદરતે અંબાની રક્ષા કરવા કુદરતે રાજકોટના પત્રકારો, પોલીસ કમીશનર (Police Commissioner), કલેકટર (Collector) તેમજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કહેવાય તેવા ડૉકટર્સને નિમિત્ત બનાવી દિધા. એટલું જ નહીં પણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી (CM Rupani) પણ તેમની સારસંભાળ લેવા પહોંચવા લાગ્યા હતા. અત્રે મહત્વની વાત એ છે કે અનેક પીડા સામે લડી મોતના મુખમાંથી હેમખેમ પરત ફરેલી અંબા ને આજે શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ (Shree Kathiyawad Nirashrit Balashram) ખાતેથી ઈટાલીના દંપત્તી દ્વારા દત્તક લેવામાં આવી છે.

કણસતી લોહી લોહાણ શરીરે મળી આવી હતી ‘અંબા’

સમગ્ર રાજકોટની દિકરી અંબાની કહાણી સાંભળી વિશ્વાસ ન આવે, જાણે ફિલ્મની પટ્ટકથા સાંભળી હોય તેવું લાગે. વર્ષ 2020 ની ફેબ્રઆરી મહિનામાં રાજકોટના સીમાડે આવેલા ઠેબચડા પાસે અંબાને રીતસર ફેંકી દેવામાં આવી હતી. તરછોડાયેલી અંબા શરીર પર 20 ઘાથી પીડાથી કણસતી લોહી લોહાણ શરીરે મળી આવી હતી.

સમગ્ર રાજકોટ કરી રહ્યું હતું પ્રાર્થના

આ સમયે અંબા બચશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન હતો. પરંતુ અંબા ત્રણ મહિના સુધી ઝખમ અને પીડાઓ સામે લડવામાં સફળ રહી હતી. આ સમયે અંબાને નવજીવન મળે તેવી પ્રાર્થના રાજકોટના પોલીસ કમિશનર, કલેકટર અને પૂર્વ મુખ્યમંત્રી સાથે સમગ્ર રાજકોટ કરી રહ્યું હતુ.

Gujarat Cm vijay rupani and police commissioner manoj agarwal ips visit to Amba kid with anjali rupani
Gujarat ના પુર્વ મુખ્યમંત્રી Vijay Rupani અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ હોસ્પિટલ ખાતે અંબાની મુલાકાત કરી હતી એ વેળાની તસવીર

નિર્દોષ ભાવે કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળતો જ હોય

નિર્દોષ ભાવે કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળતો જ હોય તેમ આ પ્રાર્થના પણ સંભળાઈ ગઈ અને અંબા હેમખેમ બચી ગઈ અને આજરોજ તેને ઈટાલીના દંપતી દ્વારા દત્તક લેવામાં આવી છે.

અંબાને મળ્યો મોટો ભાઈ અને માતા-પિતા

અંબાને દત્તક લેનાર ગુંથાર દંપતી ઈટાલીયન નાગરિક છે, જેમને આજે કાઠિયાવાડ બાલાશ્રમ પાસેથી અંબાને દત્તક લેવાની પ્રક્રિયા પુર્ણ કરી હતી. આજરોજ તેઓ અંબા ને લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા ત્યારે તેમની સાથે એક અન્ય દત્તક લીધેલો 4 વર્ષનો પુત્ર તેજારામ પણ હતો. આમ હવે ગુંથાર પરિવારમાં અંબાનો પ્રવેશ થતા તેને એક ભાઈ અને માતા-પિતા પણ મળી ગયા છે.

રિદ્ધિ દે સિદ્ધિ અષ્ટ નવ નિધિ દે

અંબાના નવા માતા-પિતા જ્યારે અંબાને લેવા આવ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ક્રિપાલસિંહ જાડેજાએ રાજકોટની દિકરી અંબા ના ચરણ સ્પર્શ કરી તીલક કર્યુ હતુ તેમજ તેમને આરાધ્યદેવ અંબાની સ્તુતી ‘રિદ્ધિ દે સિદ્ધિ અષ્ટ નવ નિધિ દે’ નું પઠન કર્યુ હતુ.

rajkot child girl Amba adopted by italian couple police psi prayer for amba
Rajkot City Police હેડક્વાર્ટરના PSI ક્રિપાલસિંહ જાડેજા એ અંબાના ચરણ સ્પર્શ કરી વંદન કર્યુ

ઈજ્જાગ્રસ્ત હાલતમાં મળી આવેલી અંબાના અહેવાલો અખબારોના માધ્યમથી પ્રસિધ્ધ થતા જ લોકો અંદરથી હમમચી ગયા હતા. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ફૂલ જેવી બાળકીની સાર સંભાળ લેવા શહેરની  હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

Rajkot City Police commissioner Manoj Agarwal Prayer for kid Amba
Rajkot ના Police કમિશનર મનોજ અગ્રવાલે હોસ્પિટલમાં દાખલ અંબા ની મુલાકાત લીધી હતી તેમજ અંબા માટે સંવેદના વ્યકત કરી હતી

અંબાની મુલાકાત બાદ કમિશનરે સંવેદના વ્યકત કરી હતી કે, “વહાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું એનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું.”

Rajkot City Police Commissioner Manoj Agarwal

Must Read